આજે ગુજરાતમાં ઉત્તરાયણ પર દોરી પતંગના કારણે 5 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈનું ગળા પર દોરી વાગવાથી તો કોઈનું પતંગ પડકવા જતા મોત થયું હતું.
આજે ઉત્તરાયણ પર્વ પર અમુક જગ્યાએથી દુખદ સમાચારો આવ્યા હતા. જેમાં પતંગના કારણે એક બાળક સહિત 5 લોકોએ જિંદગી ગુમાવી છે. આ તહેવારની વચ્ચે તેમના પરિવારમાં દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં 3 જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના દોરીથી ગળા કપાતા મોત થયા છે. તો પતંગ પકડવા જતા 1 બાળક સહિત 2ના મોત થયા છે.
► અરવલ્લીના બાયડ પાસે 1 યુવકનું ગળું કાપતાં મોત
અરવલ્લીના બાયડ પાસે 1 યુવકનું ગળું કાપતાં મોત થયું હતું. આ જીવ ચાઈનીઝ દોરીએ લીધો હતો. આ સાથે ભરૂચના જંબુસરમાં બાઈક-સવાર યુવકનું ગળું કપાતાં મોત થયું હતું. વડોદરામાં પતંગ પકડવા જતા એક 10 વર્ષના બાળક અને 1 યુવક મળી 2ના મોત થયા છે.
► જંબુસરના પીલુદરા ગામે એક યુવકનું કરુણ મોત
જંબુસરના પીલુદરા ગામે એક યુવકનું કરુણ મોત થયું હતું. આ મોત દોરી વાગવાથી થયું હતું. આ ઘટના બપોરે આશરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં મૃતક યુવકની ઓળખ રાહુલ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. રાહુલ નામનો યુવક જ્યારે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં પતંગની દોરી વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
► પતંગ પકડવા જતા વડોદરામાં 2ના મોત
વડોદરામાં 2ના દુ:ખદ મોત થયા છે. આ બંનેની બોડીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાઈ હતી. જેમાં વાઘોડિયા રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે એક બનાવ બન્યો હતો. અહીંયા 33 વર્ષીય શંકર રાઠવા નામનો વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે તેમનો પતંગ વીજ લાઈનમાં ફસાયો હતો. આ પતંગની દોરી પકડવાનો ટ્રાય કરવા જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અચાનક નીચે પટકાયા હતા. પછી તેમને સયાજી સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતુ.
► તંત્રની કામગીરી પર સવાલ
સરકાર અને વહીવટી તંત્રએ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં માર્કેટમાં આ દોરીનું વેચાણ ચાલી રહ્યું છે. આથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સવાલ થઈ રહ્યો છે કે, વહીવટી તંત્રએ આ અંગે કડક ચેકિંગ કર્યું હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
