પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ
અરજીત સિંહે 27 જાન્યુઆરી, 2026 ના રોજ, તેમણે પોતાના પ્રાઇવેટ X એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Arijit Sinh Start Her New Journy As Film Director : સિંગિંગના બાદશાહ કહેવાતા અરિજીત સિંહે પોતાના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. 27 જાન્યુઆરી, 2026 ના રોજ, તેમણે પોતાના પ્રાઇવેટ X એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે, સમાચાર આવ્યા છે કે તે એક નવી સફર શરૂ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજિત હવે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે.
અરિજીત સિંહે મંગળવારે સાંજે એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં તેમણે લખ્યું, "હેલો, હેપ્પી ન્યૂ યર ટુ ઓલ. વર્ષોથી તમે મારા પર જે પ્રેમ વરસાવ્યો છે તે બદલ આભાર.મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે હું પ્લેબેક ગાયક તરીકે કોઈ નવુ અસાઇમેન્ટ નહીં લઉં; હું આ કારકિર્દીનો અંત લાવી રહ્યો છું. આ એક અદ્ભુત સફર રહ્યો છે." અરિજિતે સ્પષ્ટતા કરી કે તે સંગીત બનાવવાનું બંધ કરશે નહીં, પરંતુ પેંડિંગ કમિટમેન્ટ્સ પૂરા કરશે અને 2026 માં તે રિલીઝ થશે. આ અરિજિત માટે અલવિદા નથી, પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત છે.
અરિજિત સિંહ હવે ફિલ્મમેકિંગની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તે દિગ્દર્શન અને નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એક પરફેક્શનિસ્ટ માનવામાં આવતા, અરિજીત હંમેશા નવા સર્જનાત્મક રસ્તાઓ શોધે છે, અને આ જિજ્ઞાસાએ તેને હવે કેમેરા પાછળ લાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, અરિજિતની ડેબ્યુ ફિલ્મ એક જંગલ એડવેચર પર આધારિત હશે. જેમાં નાવઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા અને અરિજિતનો દીકરો લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અરિજિત સિંહ અને તેમની પત્ની કોયલ સિંહ મળીને મહાવીર જૈનની સાથે કો-પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સિંગર અને તેની પત્નીએ મળીને લખી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં શાંતિનિકેતનમાં ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવશે, જ્યારે પીઢ અભિનેતા દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ આ ફિલ્મનો ખાસ ભાગ છે. સૂત્રો મુજબ, સમગ્ર ભારતમાં રિલીઝ થાય તે પહેલાં, આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અરિજિત સિંહ અગાઉ 2018 માં બંગાળી ફિલ્મ "સા" નું દિગ્દર્શન કર્યું હતું, જેમાં એક નાના છોકરાની મ્યૂઝિકલ જર્ની પર આધારિત છે. અરિજિતનો નિર્ણય તેની ક્રિએટિવ રેસ્ટલેસનેસથી જોડાયો છે. તે એક પરફેક્શનિસ્ટ છે અને નવી ક્ષિતિજો શોધવા માંગે છે. 2025 માં જ અહેવાલો સામે આવ્યા હતા કે તે મહાવીર જૈન સાથે જંગલ એડવેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યો છે. ફેન્સ અને ઇન્ડસ્ટ્રી એક્સાઇટેડ છે કેઅરિજિતની સર્જનાત્મકતા સિનેમામાં શું જાદુ લાવશે. તેમના અવાજે "તુમ હી હો," "કેસરિયા," અને "બિન તે દિલ" જેવા બોલિવૂડના ગેમ-ચેન્જિંગ ગીતો આપ્યા છે અને હવે, તેમના દિગ્દર્શનમાં પણ કંઈક ખાસ થવાની આશા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arijit Sinh Start Her New Journy As Film Director
