ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. સૌથી વઘુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. જેઓ દેશભરમાં પહેલા નંબરે છે, તો જામનગરના ભાજપના સાંસદ પુનમ માડમ મિલકત વધારાના ક્ષેત્રે બીજા નંબરે છે.
ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. ખાસ કરીને ગુજરાતના જામનગરના મહિલા સંસદસભ્ય પુનમ માડમની મિલકત 2014ની સરખામણીએ 2024માં 747 ટકા વધી હોવાનો એડીઆર એ દાવો કર્યો છે. દેશમાં છેલ્લા દસ વર્ષમાં રાજકીય નેતાઓની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજા અહેવાલ અનુસાર, 2014થી 2024 સુધીના ગાળામાં રિપીટ થયેલા 102 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 110 ટકાનો વધારો થયો છે. 2014માં આ સાંસદોની સરેરાશ સંપત્તિ 15.76 કરોડ રૂપિયા હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ ગઈ છે, એટલે કે સરેરાશ 17.36 કરોડનો વધારો થયો છે.
રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલેની સંપત્તિમાં જોવા મળ્યો છે, જે 2014ના 60.60 કરોડથી વધીને 2024માં 223.12 કરોડ થઈ છે, એટલે કે 162.51 કરોડનો વધારો અને 268 ટકાની વૃદ્ધિ.
ગુજરાતની વાત કરીએ તો, આ ગાળા દરમિયાન રિપીટ થયેલા આઠ સાંસદોની સંપત્તિનું વિશ્લેષણ ADRએ કર્યું છે. આમાં કેટલાકની સંપત્તિમાં અદ્ભુત વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે એકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં તેમની વિગતો છે.
-પૂનમબેન માડમ (જામનગર, ભાજપ): 2014માં સંપત્તિ 17.43 કરોડ હતી, જે 2024માં વધીને 147.70 કરોડ થઈ છે. આમાં 130.27 કરોડનો વધારો થયો છે, જે લગભગ 747 ટકા છે. તેઓ દેશમાં આ વધારાના મામલે બીજા ક્રમે છે.
-સી.આર. પાટીલ (નવસારી, ભાજપ): કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત ભાજપ અધ્યક્ષની સંપત્તિમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. 2014માં 74 કરોડ હતી, જે 2024માં ઘટીને 39 કરોડ થઈ છે, એટલે કે 47 ટકાનો ઘટાડો.
-વિનોદ ચાવડા (કચ્છ, ભાજપ): આ સાંસદની સંપત્તિમાં સૌથી વધુ ટકાવાર વધારો છે. 2014માં માત્ર 56 લાખ હતી, જે 2024માં 7 કરોડ (આસપાસ 6.53 કરોડ) પર પહોંચી છે, એટલે કે 1163 ટકાની વૃદ્ધિ.
-દેવુસિંહ ચૌહાણ (ખેડા, ભાજપ): 2014માં 94 લાખની સંપત્તિ 2024માં વધીને 3 કરોડ થઈ છે, જેમાં 271 ટકાનો વધારો થયો છે.
-રાજેશ ચુડાસમા (જૂનાગઢ, ભાજપ): આ સાંસદની સંપત્તિ 2014ના 74 લાખથી વધીને 2024માં 3 કરોડ થઈ છે, એટલે કે 349 ટકાની વૃદ્ધિ.
-પ્રભુ વસાવા (બારડોલી, ભાજપ): 2014માં 1 કરોડની સંપત્તિ 2024માં 4 કરોડ પર પહોંચી છે, જેમાં 195 ટકાનો વધારો છે.
-જસવંતસિંહ ભાભોર (દાહોદ, ભાજપ): સંપત્તિ 2014ના 1 કરોડથી વધીને 2024માં 4 કરોડ થઈ છે, એટલે કે 146 ટકાની વૃદ્ધિ.
-મનસુખ વસાવા (ભરૂચ, ભાજપ): 2014માં 65 લાખની સંપત્તિ 2024માં 2 કરોડ પર પહોંચી છે, જેમાં 288 ટકાનો વધારો થયો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
