પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, PSI-LRDની શારીરિક કસોટીની તારીખ જાહેર
Gujarat Police Recruitment 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી
Gujarat Police Recruitment : ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026ના રોજથી શરૂ થશે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. એટલે કે આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરી હતી.
પોલીસ સબ ઇન્સ્પેકટરની 858 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને જેલર ગ્રુપ-2નો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો PSI માટે અરજી કરી શકશે.
• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
• જેલર ગ્રુપ 2- 70
લોકરક્ષક (LRD)ની 12,733 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપાહીની જગ્યાઓનો સમાવેશ થાય છે. ધો.12 પાસ ઉમેદવારો લોકરક્ષક માટે અરજી કરી શકશે.
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Police Recruitment
