સુરતની ગાયિકા આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્ન બાદ સમાજમાં ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. જ્યાં કેટલાક વર્ગો વિરોધ કરી રહ્યા છે, ત્યાં અનેક લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાનું પ્રતીક ગણાવી સમર્થન આપી રહ્યા છે.
Aarati Sangani And Devang Gohel Intercast Love Marraige : ગુજરાતમાં ફરી એક વખત આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો સમાજ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની રેખા પર ચર્ચાનો વિષય બન્યો છે. સુરતની જાણીતી લોકગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન બાદ શરૂ થયેલો વિવાદ હવે માત્ર પરિવાર કે સમાજ સુધી સીમિત ન રહી, પરંતુ સામાજિક વિચારધારાઓ પર વિશાળ ચર્ચા તરફ વળતો જણાઈ રહ્યો છે. જ્યાં એક તરફ સમાજના કેટલાક વર્ગો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ અનેક લોકો આ લગ્નને વ્યક્તિગત પસંદગી અને સંવિધાનિક અધિકાર તરીકે સમર્થન આપી રહ્યા છે.

વિગતવાર વાત કરીએ તો, સુરતમાં પાટીદાર સમાજમાંથી આવતી પ્રખ્યાત સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં દેવાંગ ગોહેલ નામના યુવક સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલાવાદક છે, જે ખરેખર વાલ્મિક સમાજમાંથી આવે છે અને તે આરતી સાંગાણીના ઘણા બધા સિંગિંગ પ્રોગ્રામમાં તેની સાથે જતો હતો, દરમિયાન આજથી દોઢેક વર્ષ પહેલા તે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું અને તાજેતરમાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા. બંને વચ્ચે લાંબા સમયથી પરિચય અને સ્નેહ હતો અને અંતે બંનેએ સહમતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નની ખબર જાહેર થતાં જ સમાજના કેટલાક આગેવાનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને પરંપરા તથા સામાજિક જવાબદારીની દલીલો કરવામાં આવી હતી. આ મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો અને વિવિધ મતો સામે આવ્યા.
આ વિવાદ વચ્ચે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા મારફતે પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે પ્રેમ અને લગ્ન વ્યક્તિગત નિર્ણય છે અને તેમાં જાતિ કે સમાજની સીમાઓ હોવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે સ્ત્રી તરીકે પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ અને સમાજે સમય સાથે બદલાવ સ્વીકારવો જરૂરી છે. તેમના આ નિવેદન બાદ અનેક યુવાનો અને મહિલા અધિકાર સંગઠનોએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે.
આ દરમિયાન દેવાંગ ગોહેલના સમાજ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં બંનેના લગ્નને સમાનતા અને સામાજિક સમરસતાનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે. કેટલાક આગેવાનોનું માનવું છે કે આવા લગ્નો સમાજમાં રહેલા ભેદભાવ દૂર કરવાની દિશામાં સકારાત્મક પગલું બની શકે છે. બીજી તરફ, કેટલાક વર્ગો હજુ પણ આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે ચર્ચા વધુ ઉગ્ર બની છે. કુલ મળીને આ ઘટના માત્ર એક સેલિબ્રિટી લગ્નની નથી, પરંતુ આજના ગુજરાતમાં પરંપરા અને આધુનિક વિચારધારાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું પ્રતિબિંબ બની છે. આવનારા દિવસોમાં આ મુદ્દો સમાજના વિચારોમાં કેટલો બદલાવ લાવે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Aarati Sangani And Devang Gohel Intercast Love Marraige Conflict
