શું શિયાળામાં તમારી એડી ફાટે જાય છે ? આ ઘરેલુ ઉપાયથી તરત જ મુલાયમ થશે...
શિયાળામાં લોકોની એડિ ફાટી જાય છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આવા લોકો અન્ય સામે પગ દેખાડતા પણ શર્માય છે.
શિયાળો આવતાની સાથે લોકોને સ્કીન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરની ડ્રાય સ્કીન, હોઠ સુકાવા અને એડિ ફાટી જવી. જેમાં સૌથી વધુ સમસ્યા લોકોને એડિ ફાટવાથી થાય છે કારણ કે ફાટેલી એડીને ઠીક કરવામાં ઘણો સમય લાગી શકે છે. માર્કેટમાં ઘણી ક્રિમ છે જે દાવો કરે છે કે તેના ઉપયોગથી તમારી ફાટેલી એડી ઠીક થઈ જશે પણ જ્યારે તેનો ઉપયોગ કરો તો તે કંઈ કામની હોતી નથી. એટલા માટે આજે અમે તમારા માટે કંઈક એવા નુસખા લઈને આવ્યા છીએ જેનો પ્રયોગ કરીને તમે સરળતાથી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો.
પહેલા રાતે થોડુંક નવસેકું પાણી કરો લો તેમા લીંબુ નાંખો અને શેમ્પુ નાખો પછી તેમાં 10-15 મીનિટ સુધી પગને પલાળી રાખો આવું કરવાથી એડિ મુલાયમ થશે.
રાતે વેસેલિન લગાવીને મોજા પહેરીને પગને ઢાંકી લો. આવું કરવાથી તમારા પગમાં મોઈસ્ચર લોક થશે.
શિયાળામાં હંમેશા પગમાં મોજા કે ચંપલ પહેરો. પગમાં કંઈ ન પહેરવાથી પગ ફાટે છે.
નહાવાનો ટાઈમ ઓછો કરો. માત્ર 10-15 મીનિટ સુધી જ નહાવાનો સમય રાખો.
દરરોજ સૂતા પહેલા એડિ પર એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો.
દિવસમાં લીમડાના પત્તાને તોડીને તેની પેસ્ટ બનાવી લો. એ પેસ્ટમાં થોડી હળદર ભેળવીને રાતે પછી તેને એડી પર લગાવીને સુકાવા દો. ત્યારપછી તેને પાણીથી ધોઈ લો. એડીને ધોયા પછી તેની પર ક્રિમ લગાવીને મોજા પહેરીને ઢાંકી લો. માલિશ કરો. આવું કરવાથી પગમાં વાઢિયા ઓછા થશે. માલિશમાં તમે ઘણા પ્રકારના તેલ જેમ કે નારિયેળ, બદામ, જેતુર વગેરેનો ઉપોયગ કરી શકો છો.
જો તમે ઘરે ઈચ્છો તો ઘરે પણ પેક બનાવી શકો છો. ચોખાના લોટમાં અડધું લીંબુનો રસ નાંખીને પેક બનાવી લો. બાદમાં હળવા હાથે તેને એડી પર ઘસો. આવું કરવાથી તમને ઘણી રાહત મળશે.
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી gujjunewschannel.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
