રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર જોવા મળી રહ્યો છે. સૌથી નીચા તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Cold In Gujarat : રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર યથાવત છે. ઉત્તર પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 15.1, ગાંધીનગરમં 14.0, ડીસામાં 13.2 અને વલ્લભવિધાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.6, સુરતમાં 17.8, દમણ 15.0, ભુજ 15.0 અને ખંડલા એરપોરટ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી 13.8, ભાવનગર 16.8, દ્વારકા 17.9, પોરબંદર 14.2, રાજકોટ 14.4, વેરાવળ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દીવ 16.0, સુરેન્દ્રનગર 15.0, મહુવા 15.6 અને કેશોદ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરી હતી. જેમાં હવામાન વિભાગે 24 કલાક બાદ ફરી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે તેમ જણાવ્યું હતું. આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ ઉતર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.
તેઓના જણાવ્યા મુજબ 24 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય થી વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી અને અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવાની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. બીજી તરફ નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘડાટો નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થાય તેમ લાગી રહ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cold In Gujarat
