• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • SIR ફોર્મને લઈ મહત્ત્વની માહિતી, BLO એ તમારૂં ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આવી રીતે કરો ચેક

SIR ફોર્મને લઈ મહત્ત્વની માહિતી, BLO એ તમારૂં ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આવી રીતે કરો ચેક

09:03 PM November 22, 2025 Gujju News Channel Share on WhatsApp

તમે SIR ફોર્મ ઓફલાઈન પણ ભરી શકાય છે અને BLO ને સબમિટ કરી શકાય છે. તમે ઘરેથી પણ ચેક કરી શકો છો કે BLO એ તમારો મતદાર કાર્ડ (EPIC) નંબર ઓનલાઈન અપલોડ કર્યો છે કે નહીં.



SIR Gujarat 2025 : ગુજરાત, ઉત્તર પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ચાલી રહ્યું છે. જો તમને તમારા BLO તરફથી SIR ફોર્મ મળ્યું નથી, તો તમારે કોઈની મુલાકાત કરવાની કે મળવાની જરૂર નથી. તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. SIR ફોર્મ ઓફલાઈન પણ ભરી શકાય છે અને BLO ને સબમિટ કરી શકાય છે. તમે ઘરેથી પણ ચેક કરી શકો છો કે BLO એ તમારો મતદાર કાર્ડ (EPIC) નંબર ઓનલાઈન અપલોડ કર્યો છે કે નહીં.


► EPIC નંબર શું છે?


ચૂંટણી પંચે SIR ગણતરી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માટે તમારા EPIC અને મોબાઈલ નંબરને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. EPIC (મતદાર ID કાર્ડ) એ ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ 10-અંકનો આઈડેંટિફિકેશન નંબર છે. બધા મતદારોએ એન્યૂમરેશન ફોર્મ ભરવું પડશે અને તેને BLO ને અથવા ઓનલાઈન સબમિટ કરાવવું પડશે.


► SIR ઓનલાઈન કેવી રીતે ભરવું


સૌપ્રથમ, voters.eci.gov.in પર જાઓ.

“Fill Enumeration Form” પર ક્લિક કરો.

તમારો મોબાઇલ/EPIC નંબર દાખલ કરો.

તમારૂં રાજ્ય પસંદ કરો અને તમારો EPIC નંબર દાખલ કરો.

હવે તમારો ચૂંટણી ડેટા દેખાશે તેને ચેક કરો.

એન્યૂમરેશન ફોર્મ ભરતા પહેલા તમારો EPIC તમારા મોબાઇલ નંબર સાથે લિંક થયેલ હોવું આવશ્યક છે.

જો તે પહેલાથી લિંક થયેલ ના હોય તો તે તરત જ ફોર્મ-8 સબમિટ કરીને કરી શકાય છે (તમારા મોબાઇલ નંબરને તમારા EPIC સાથે લિંક કરવા માટે, “Correction of Entries in Existing Electoral Roll” પર ક્લિક કરો, પછી ફક્ત ફોર્મ-8 માં “Mobile Number” વિકલ્પ પર ક્લિક કરો).

એકવાર EPIC તમારા મોબાઇલ નંબર સાથે લિંક થઈ જાય, પછી અરજદારે ફરીથી લોગ ઇન કરવું આવશ્યક છે.

છેલ્લી SIR માહિતી સહિત SIR ફોર્મ ભરો.

આધાર-આધારિત ઇ-સાઇનનો ઉપયોગ કરીને સબમિટ કરો.

ઇ-સાઇન કરવા અને એન્યૂમરેશન ફોર્મ સબમિટ કરવા માટે EPIC અને આધાર ડેટામાં વર્તમાન નામ મેચ કરવું આવશ્યક છે.


► તમારું SIR ફોર્મ અપલોડ થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું


એકવાર તમે તમારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને તમારું એન્યૂમરેશન ફોર્મ સબમિટ કરો અથવા તેને ઓનલાઈન ભરો, પછી તમે ચકાસી શકો છો કે તે ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યું છે કે નહીં.


SIR enumeration form, SIR form in gujarati


► એન્યૂમરેશન ફોર્મ સબમિટ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ રીત (તસવીર: eci.gov.in)


1. સૌપ્રથમ તમારું બ્રાઉઝર ખોલો અને voters.eci.gov.in પર જાઓ.

2. હોમપેજ પર ‘Fill Enumeration Form’ પર ક્લિક કરો. આ તમને લોગિન અથવા સાઇનઅપ પેજ પર લઈ જશે.

3. Sign Up પર ક્લિક કરો પછી નોંધણી પૂર્ણ કરવા માટે તમારો મોબાઇલ નંબર, વૈકલ્પિક ઇમેઇલ ID અને કેપ્ચા દાખલ કરો.

4.Login પર ક્લિક કરો, તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા દાખલ કરો, અને પછી ‘Request OTP’ પસંદ કરો. લોગ ઇન કરવા માટે OTP દાખલ કરો.

5. લોગ ઇન કર્યા પછી તમારું નામ સૌથી ઉપર દેખાશે. ફરીથી ‘Fill Enumeration Form’ પર ફરીથી ક્લિક કરો.

6. આપવમાં આવેલા બોક્સમાં તમારો EPIC (મતદાર ID) નંબર લખો. પછી સર્ચ (Search) પર ક્લિક કરો. તમારા ફોર્મની સ્થિતિ તરત જ પ્રદર્શિત થશે.

7. જો તમારું ફોર્મ અપલોડ કરવામાં આવ્યું હોય તો તમને એક સંદેશ દેખાશે જેમાં કહેવામાં આવશે, “તમારું ફોર્મ પહેલાથી જ મોબાઇલ નંબર XXXXX સાથે સબમિટ કરવામાં આવ્યું છે.”

8. જો તમારું ફોર્મ અપલોડ કરવામાં આવ્યું નથી તો તમને ઉપરોક્ત સંદેશ દેખાશે નહીં. તેના બદલે એક નવું ફોર્મ પેજ ખુલી શકે છે.

9. જો બતાવેલ મોબાઇલ નંબર ખોટો હોય અથવા તમે સબમિટ ના કર્યો હોવા છતાં સ્ટેટસ ‘submitted’ લખેલ છે તો તાત્કાલિક તમારા સ્થાનિક BLOનો સંપર્ક કરો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Dharmendra Death: 6 દાયકાનો શાનદાર સ્ટારડમ..300થી વધારે ફિલ્મો, પંજાબના ધરમ આ રીતે બન્યા બોલીવુડના 'He-Man'

  • 24-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-11-2025
    • Gujju News Channel
  • વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ આઉટ, આ ખેલાડી બન્યો કેપ્ટન
    • 23-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-11-2025
    • Gujju News Channel
  • SIR ફોર્મને લઈ મહત્ત્વની માહિતી, BLO એ તમારૂં ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આવી રીતે કરો ચેક
    • 22-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-11-2025
    • Gujju News Channel
  • કર્મચારીઓ આનંદો! હવે 5 નહીં ફક્ત આટલા વર્ષની નોકરી પછી મળશે ગ્રેચ્યુઈટીનો લાભ
    • 21-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 22 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 21-11-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી, આ પાંચ દિવસ ગુજરાત માટે ભારે
    • 20-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us