વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે.
8th Pay Commission Latest News : સરકારી કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. મહિનાઓ પછી 8માં પગાર પંચ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (28 ઓક્ટોબર) 8માં કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો (ToR) ને મંજૂરી આપી હતી દીધી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025માં અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના અને અમલીકરણને મંજૂરી આપી છે. આ કમિશન વર્તમાન અને નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓના ભથ્થાં, પેન્શન અને પગારની સમીક્ષા કરશે જેથી ફુગાવાને અનુરૂપ તેમાં સુધારો કરી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી છે. 8મું પગાર પંચ એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય-સચિવ ધરાવતી એડહોક સંસ્થા તરીકે કાર્ય કરશે. આ પંચ તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો અને સંયુક્ત સલાહકાર મિકેનિઝમના કર્મચારી પક્ષ સાથે પરામર્શ કર્યા પછી સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આયોગની ભલામણોમાં સંરક્ષણ સેવાના કર્મચારીઓ સહિત આશરે 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોનો સમાવેશ થશે.

બેઝિક સેલરીમાં વધારાની રમક ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જર પર આધાર રાખે છે. તેમજ 7 મા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. જે 8 મા પગાર પંચમાં એ 2.46 હોઈ શકે છે. દરેક પગારપંચમાં DA શૂન્યથી શરૂ થાય છે. જેનું કારણએ છે કે ફુગાવાને ધ્યાનમાં રાખી નવી બેઝિક સેલરી પહેલાથી જ વધારવામાં આવે છે. જે બાદ DA ફરીથી ધીમે ધીમે વધે છે. હાલમાં DA બેઝિક સેલરીના 55 ટકા છે. DA દૂર કરવાથી કુલ પગારમાં (બેઝિક+ DA+ HRA) થોડો ઓછો જોવા મળી શકે છે. કારણ કે, 55 % DA નો હિસ્સો દૂર કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 8th Pay Commission Latest News
