Weather Forecast Update in Gujarati : ચોમાસાની વિદાય થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત્ છે. જેના કારણે રાજ્યનાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે
Weather Forecast Update in Gujarati: ચોમાસાની વિદાય થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત્ છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા છ કલાકથી આ ડિપ્રેશન સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધ્યું છે. લેટેસ્ટ સ્થિતિ પ્રમાણે તે વેરાવળના દરિયાકિનારાથી 480 કિમી અને મુંબઈથી 530 કિમીના અંતરે હતું. ગોવાના પણજીથી આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરમાં 630 કિમી દૂર અને લક્ષદ્વીપથી 840 કિમીના અંતરે આવેલું છે. આ દરમિયાન ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારને 30 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે 31 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટાડો થયો છે, પરંતુ પાંચ દિવસ પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં મોટા ઘટાડાની શક્યતા નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
