• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Navratri 2025 : નવરાત્રીમાં 7 હેલ્થ ટીપ્સ શરીરને રાખશે ઉર્જાવાન, નોનસ્ટોપ ગરબા રમવામાં આવશે મજા..!

Navratri 2025 : નવરાત્રીમાં 7 હેલ્થ ટીપ્સ શરીરને રાખશે ઉર્જાવાન, નોનસ્ટોપ ગરબા રમવામાં આવશે મજા..!

08:49 PM September 17, 2025 Gujju News Channel Share on WhatsApp

Health Tips for Navratri Garba : નવરાત્રીમાં ગરબા રમતી વખતે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમુક હેલ્થ ટીપ્સ આપી છે, જે અનુસરવાથી નવે નવ દિવસ ગરબા રમવા માટે શરીરમાં ભરપૂર એનર્જી જળવાઇ રહે છે.



Hydration During Navratri Garba : નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને આરાધનાનો પર્વ. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાની પરંપરા છે. નવરાત્રીના પ્રથમ દિવસથી લઇ દશેરા સુધી નાના મોટા તમામ લોકો ગરબા રમી માતાજીની આરાધના કરે છે. સમયની સાથે ગરબા રમવાનો ટ્રેન્ડ પણ બદલાયો છે. મોટાભાગના યુવાનો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબા રમવા જાય છે. નવરાત્રીના નવે નવ દિવસ સુધી ગરબા રમતી વખતે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આખી રાત ગરબા રમવા માટે શરીરમાં એનર્જી જળવાઇ રહે. અહીં ગરબા રમતી વખતે આરોગ્યની કાળજી રાખવાની ટીપ્સ જણાવી છે..


Hydration During Navratri Garba : navratri 2025 how to keep body hydrated during garba health tips in gujarati


► રાતે બહારનો નાસ્તો ખાવાનું ટાળો


નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ કડકડતી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં મોડી રાત્રે બહારની ચીજ ખાવાનું ટાળો. મોડી રાત્રે ખાવાથી ભોજનનું બરાબર પાચન થતું નથી, જેના લીધે અપચો, ગેસ જેવી સમસ્યા થઇ શકે છે. જો ખાવું જ હોય તો પચવામાં સરળ હોય તેવી ચીજ ખાવી જોઇએ.


► ઠંડુ પાણી પીવું નહીં


ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે. ગરબા રમતી વખતે કે ત્યાર બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઇએ. પરસેવો સુકાયા બાદ જ સાદું પાણી પીવું. નવરાત્રીથી શિયાળાની ઠંડી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઠંડા પાણીથી શરદી ઉધરસ થઇ શકે છે.


► તેલ મસાલા વાળી ચીજ ખાવી નહીં


નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. તેમ છતાં જો મોડી રાતે કંઇક ખાવું હોય તો વધારે તેલ અને મસાલા વાળી ચીજ ખાવી નહીં. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તહેવારોની સીઝનમાં નાસ્તો બનાવતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાની કાળજી રાખવામાં આવતી નથી.


► બોડી હાઇડ્રેટ રાખો


ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે. આથી શરીરમાં પાણીની ઉણપ ન થાય તેની માટે બોડી હાઇડ્રેટ રાખવી જોઇએ. તેની માટે દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. સવારે ફળનો રસ, લીબું પાણી, નારિયેળ પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઇ રહે છે.


► પુરતી ઊંઘ લેવી


નવરાત્રીમાં રાતે ગરબા રમવાથી શરીરને થાક લાગે છે. થાક દૂર કરવા અને શરીરનું એનર્જી લેવલ જળવાઇ રહે તેની માટે પુરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. ગરબા રમ્યા બાદ કામ વગર મોડી રાત સુધી જાગવાના બદલે સમયસર સૂઇ જવું જોઇએ.


► આરામદાયક કપડા પહેરવા


નવરાત્રીમાં ગરબા રમતી વખતે આરામદાયક કપડાં પહેરવા જોઇએ. પરસેવો શોષી લે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ. બહુ વજનદાર વસ્ત્રો પહેવાનું ટાળવું જોઇએ.


► ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરવામાં કાળજી રાખવી


સ્ત્રીઓ નવરાત્રીમાં ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરે છે. ઘણાને ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરવાથી સ્ક્રીન પર લાલ નિશાન કે એલર્જી થવાનું જોખમ હોય છે. આથી ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરતા પહેલા અને પછી શરીર પર સારી કંપનીની બોડી ક્રિમ અને મોર્શ્ચરાઇઝ ક્રીમ લગાવવી જોઇએ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hydration During Navratri Garba : Navratri 2025 how to keep body hydrated during garba health tips in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Navratri 2025 : નવરાત્રીમાં 7 હેલ્થ ટીપ્સ શરીરને રાખશે ઉર્જાવાન, નોનસ્ટોપ ગરબા રમવામાં આવશે મજા..!

  • 17-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-09-2025
    • Gujju News Channel
  • નવરાત્રિ પહેલા મેઘરાજા બોલાવશે સટાસટી, અનેક જીલ્લામાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી
    • 17-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-09-2025
    • Gujju News Channel
  • ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ
    • 16-09-2025
    • Gujju News Channel
  • જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?
    • 15-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-09-2025
    • Gujju News Channel
  • વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue
    • 13-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us