
Navratri 2025 : નવરાત્રીમાં 7 હેલ્થ ટીપ્સ શરીરને રાખશે ઉર્જાવાન, નોનસ્ટોપ ગરબા રમવામાં આવશે મજા..!
Health Tips for Navratri Garba : નવરાત્રીમાં ગરબા રમતી વખતે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમુક હેલ્થ ટીપ્સ આપી છે, જે અનુસરવાથી નવે નવ દિવસ ગરબા રમવા માટે શરીરમાં ભરપૂર એનર્જી જળવાઇ રહે છે.
Hydration During Navratri Garba : નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને આરાધનાનો પર્વ. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાની પરંપરા છે. નવરાત્રીના પ્રથમ દિવસથી લઇ દશેરા સુધી નાના મોટા તમામ લોકો ગરબા રમી માતાજીની આરાધના કરે છે. સમયની સાથે ગરબા રમવાનો ટ્રેન્ડ પણ બદલાયો છે. મોટાભાગના યુવાનો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબા રમવા જાય છે. નવરાત્રીના નવે નવ દિવસ સુધી ગરબા રમતી વખતે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આખી રાત ગરબા રમવા માટે શરીરમાં એનર્જી જળવાઇ રહે. અહીં ગરબા રમતી વખતે આરોગ્યની કાળજી રાખવાની ટીપ્સ જણાવી છે..
નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ કડકડતી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં મોડી રાત્રે બહારની ચીજ ખાવાનું ટાળો. મોડી રાત્રે ખાવાથી ભોજનનું બરાબર પાચન થતું નથી, જેના લીધે અપચો, ગેસ જેવી સમસ્યા થઇ શકે છે. જો ખાવું જ હોય તો પચવામાં સરળ હોય તેવી ચીજ ખાવી જોઇએ.
ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે. ગરબા રમતી વખતે કે ત્યાર બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઇએ. પરસેવો સુકાયા બાદ જ સાદું પાણી પીવું. નવરાત્રીથી શિયાળાની ઠંડી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઠંડા પાણીથી શરદી ઉધરસ થઇ શકે છે.
નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. તેમ છતાં જો મોડી રાતે કંઇક ખાવું હોય તો વધારે તેલ અને મસાલા વાળી ચીજ ખાવી નહીં. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તહેવારોની સીઝનમાં નાસ્તો બનાવતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાની કાળજી રાખવામાં આવતી નથી.
ગરબા રમતી વખતે બહુ પરસેવો થાય છે. આથી શરીરમાં પાણીની ઉણપ ન થાય તેની માટે બોડી હાઇડ્રેટ રાખવી જોઇએ. તેની માટે દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. સવારે ફળનો રસ, લીબું પાણી, નારિયેળ પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઇ રહે છે.
નવરાત્રીમાં રાતે ગરબા રમવાથી શરીરને થાક લાગે છે. થાક દૂર કરવા અને શરીરનું એનર્જી લેવલ જળવાઇ રહે તેની માટે પુરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી છે. ગરબા રમ્યા બાદ કામ વગર મોડી રાત સુધી જાગવાના બદલે સમયસર સૂઇ જવું જોઇએ.
નવરાત્રીમાં ગરબા રમતી વખતે આરામદાયક કપડાં પહેરવા જોઇએ. પરસેવો શોષી લે તેવા વસ્ત્રો પહેરવા જોઇએ. બહુ વજનદાર વસ્ત્રો પહેવાનું ટાળવું જોઇએ.
સ્ત્રીઓ નવરાત્રીમાં ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરે છે. ઘણાને ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરવાથી સ્ક્રીન પર લાલ નિશાન કે એલર્જી થવાનું જોખમ હોય છે. આથી ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરતા પહેલા અને પછી શરીર પર સારી કંપનીની બોડી ક્રિમ અને મોર્શ્ચરાઇઝ ક્રીમ લગાવવી જોઇએ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hydration During Navratri Garba : Navratri 2025 how to keep body hydrated during garba health tips in gujarati