• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઈલેક્શન કમિશને તૈયારીઓ કરી શરૂ

સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઈલેક્શન કમિશને તૈયારીઓ કરી શરૂ

02:13 PM March 03, 2025 Gujju News Channel Share on WhatsApp

સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી થવાના પડઘમ વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીને લઇ ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.



Gujarat Gram Panchayat Elections 2025 : ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે.


► ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી


રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે. વધુ મળતી માહિતી મુજબ ગ્રામપંચાયતોની ચૂંટણી 2 વર્ષથી પાછળ ઠેલવવામાં આવી રહી છે. ત્યારે ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ તૈયારી શરૂ કરવામાં આવતા તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગી ઉઠ્યો છે.


► ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે?


ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતની અટવાયેલી ચૂંટણી બાબતે ડૉ. મુરલી ક્રિષ્નાએ કહ્યું કે, ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે રાજ્ય ચૂંટણી પંચને દોઢ મહિના અગાઉ જ રિપોર્ટ આપ્યો હતો જેની કાર્યવાહી ચાલુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડીંગ છે અને લાંબા સમયથી વહીવટદારનું શાસન છે. તેનો દોષનો ટોપલો રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, સરકાર તરફથી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત 27 ટકા પ્રમાણે કરવાના જાહેરનામાના નિયમો સુધારવાની જાણકારી દોઢ મહિના પહેલા જ અપાતા પ્રક્રિયા બાકી હોવાથી તેને બાકાત રખાઇ હતી. ગ્રામ પંચાયતોમાં અનામત બેઠકોમાં જે ફેરફાર કરાયા તેનું પંચાયત વિભાગનું જાહેરનામુ ઔપચારિક રીતે ચૂંટણી પંચને અપાતું હોય છે. જે ઓકટોબર મહિનામાં બહાર પડાયું હતું અને નવેમ્બર-2024માં રાજ્ય ચૂંટણી પંચને સોંપાયું હતું. તેથી ચૂંટણી પંચને નવેસરથી બેઠકો નક્કી કરવાનો અને નિયમો ઘડવાનો સમય મળ્યો ન હતો. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Gram Panchayat Elections 2025 : ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે ?



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

રાજકોટ : બંગાળના 19 બાળકોને ગોંધી બાળમજુરી કરાવતા, SOGની ટીમે તમામને મુક્ત કરાવી મેડીકલ ચેેકઅપ કરાવ્યું

  • 06-06-2025
  • Gujju News Channel
  • હવામાન વિભાગે કરી ભયાનક આગાહી : ગુજરાતમાં 5 દિવસ આ વિસ્તારમાં ભારે પવન સાથે પડશે વરસાદ
    • 06-06-2025
    • Gujju News Channel
  • Indian Census: સામે આવી વસ્તી ગણતરી શરૂ થવાની તારીખ, બે તબક્કામાં પૂર્ણ થશે પ્રક્રિયા
    • 04-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુન 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-06-2025
    • Gujju News Channel
  • RCBની જીતની ઉજવણીમાં નાસભાગ, 11નાં મોત-33 લોકો ઘાયલ ; કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ બેદરકારી સ્વીકારી!
    • 04-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુન 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-06-2025
    • Gujju News Channel
  • ન્યુઝીલેન્ડના સાંસદે સંસદમાં પોતાનો નિર્વસ્ત્ર ફોટો બતાવ્યો : કહ્યું- આ AIથી 5 મિનિટમાં બની ગયો, ડીપફેક રોકવા માટે કાયદો બનાવવો જોઈએ
    • 03-06-2025
    • Gujju News Channel
  • એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us