• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજકોટ : બંગાળના 19 બાળકોને ગોંધી બાળમજુરી કરાવતા, SOGની ટીમે તમામને મુક્ત કરાવી મેડીકલ ચેેકઅપ કરાવ્યું

રાજકોટ : બંગાળના 19 બાળકોને ગોંધી બાળમજુરી કરાવતા, SOGની ટીમે તમામને મુક્ત કરાવી મેડીકલ ચેેકઅપ કરાવ્યું

10:21 AM June 06, 2025 Gujju News Channel Share on WhatsApp

બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા છે બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા



રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળ મજૂરીને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના બેડી ચોક નજીક ગોપાલ રેસીડેન્સી શેરી નંબર 1 ખાતેથી એક મકાનમાંથી 19 બાળ મજૂરોને છોડાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવશે અને તેમની સાથે મારકૂટ કરવામાં આવતી હતી કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશીના સર્ચ સમયે પોલીસને બાતમી મળી હતી અને પોલીસ સર્ચ કરતી હોવાથી ઠેકેદાર દ્વારા છેલ્લા એકાદ મહિનાથી તમામ બાળકોને અલગ જગ્યાએ ભાડે રાખી દેવામાં આવ્યા હતા અને આ બાળકો પાસે ઇમીટેશનની કામગીરી કરાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


 Rajkot Police Rescues 19 Child Laborers Imitation Work - Rajkot News Update - Rajkot latest news - Gujarat Latest News


►પોલીસ તપાસ શરૂ થતા બાળકોનું રહેણાંક બદલી નાખ્યું 


થોડા સમય પહેલા પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ દરમિયાન રાજકોટ શહેર SOG પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક પોલીસ ટિમને સંયુક્ત બાતમી મળી હતી કે ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી બાળકોને રાજકોટમાં લાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. આ પછી પોલીસ તપાસ શરૂ થતા ઠેકેદાર દ્વારા બાળકોનું રહેણાંક બદલી દેવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. જે બાદ આજે માહિતી મળતા પોલીસ ટીમ રાજકોટના બેડી ચોક નજીક આવેલ ગોપાલ રેસીડેન્સી શેરી નંબર 1માં આવેલ બ્લોકનંબર જી-33માં પહોંચી તપાસ કરતા એક મકાનમાં 19 બાળકો મળી આવ્યા હતા. આ બાળકોમાં 2 બાળકોની ઉંમર 14 વર્ષથી પણ ઓછી હતી જયારે 5 બાળકોની ઉંમર 18 વર્ષ તેમજ એકની ઉંમર 19 વર્ષ અને 23 વર્ષ હતી જયારે 12 બાળકોની ઉંમર 14થી 17 વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


► બાળકો મૂળ પશ્ચિમ બંગાળના - ઈમીટેશનનુંં કામ કરતા


પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું અને અહીંયા ઇમીટેશનનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ઠેકેદાર તમામ બાળકોને અલગ અલગ સમયે છેલ્લા 2 વર્ષમાં રાજકોટ લાવ્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આજે જે જગ્યાએથી બાળક મળી આવ્યા તે ગોપાલ રેસીડેન્સીના બ્લોક નંબર જી-33ના મકાન માલિકનું નામ બાબુભાઇ ગોલાભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે તેમને કોઈ ભાડાકરાર કર્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો ભાડાકરાર નહિ હોય તો અલગથી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.


► ‘બાળકોના શરીર પર ઈજાના નિશાન’


પોલીસે બાળકોની તપાસ શરૂ કરી તો પોલીસને મોટાભાગના બાળકોના શરીર પર હાથ તેમજ વાસાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી બાળકોને માર મારવામાં આવતો હોવાની પણ શંકા હોવાથી પોલીસ દ્વારા અત્યારે તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Rajkot News Update - Rajkot latest news - Gujarat Latest News - Rajkot Police Rescues 19 Child Laborers Imitation Work



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા

  • 13-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-05-2026
    • Gujju News Channel
  • અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ, જાણો કેટલા રૂપિયા?
    • 13-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-05-2026
    • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us