
Ambalal Patel Agahi : રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પડી રહી છે. પરંતુ આ વર્ષે હજી જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે નવા વર્ષની શરૂઆતથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન ( Forecast ) કર્યુ છે.
અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યુ કે, 18 ડિસેમ્બર પછી દેશના ઉત્તરિય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે. વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે. કારણ કે, ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું જોવા મળશે. ધીમે-ધીમે હવામાનમાં ફેરફાર રહેશે. 16થી 18 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. 23 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે. મજબુત સિસ્ટમ આવશે. જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમ પલટો લાવશે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.
હવામાનના નિષ્ણાત અને આગાહીકારે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. તેમણે ફેબ્રુઆરી મહિના અંગે વાત કરતા જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.તેમણે ફેબ્રુઆરી મહિના અંગે વાત કરતા જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.
અંબાલાલ પટેલે એપ્રિલ માસ માટે જણાવ્યુ કે, આ મહિનામાં પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયકલોનનું વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયકલોન જોવા મળશે. 1મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતો માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, બરફ વર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય શિયાળુ પાકમાં ઘઉંનો પાક મુખ્ય વરિયાળી અને એરંડા પણ અસર થાય. જો વધુ હિમવર્ષા થાય તો કપાસમાં પાકમાં ખા ખરી આવી જાય. દિવેલાના પાકમાં વરસાદ થી અસર થાય પણ વધ ઘટના કારણે તેના પાન પર અસર થાય તેવા શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે વરસાદની આગાહી - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2023 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat rain forecast - weather forecast india - weather forecast 10 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather - Ambalal Patel Agahi Forecast