
Extra Marrital Affair With Mother In Law : સંબંધોને તાર તાર કરી દેતા આ ઘટનાની વિગતો એવી છે કે એક યુવકનું દિલ પોતાની સાસું પર આવી ગયું હતું. રાતના અંધારામાં તે તેની સાસુને મળવા પહોંચી ગયો. પછી શું થયું એ જાણીને તમે પણ ચોંકી જશો.
• નાની ઉંમરના રૂપાળા સાસુ પર જમાઈ મોહી ગયો
• ત્રણ બાળકોનો પિતા બન્યો સાસુના પ્રેમમાં અંધ
• દીકરીનું ઘર ભાગ્યું, પત્નીએ ઝાડૂ વડે ધોયો
સંબંધોની સીમાઓ ઓળંગીને પ્રેમમાં પડવું વ્યક્તિ માટે મોંઘું સાબિત થઈ શકે છે. એક વ્યક્તિ પત્નીને બદલે તેની સાસુએ પ્રેમ કરી બેઠો અને તે રાતના અંધારામાં તેને મળવા પણ ગયો, પરંતુ આ દરમિયાન ગ્રામજનોએ યુવકને રંગે હાથે પકડાઈ ગયો હતો. આ બાદ લોકોએ તેને ઝાડ સાથે બાંધી દીધો હતો. આ પછી તેની પત્નીને આ વાતની જાણકારી આપવામાં આવી અને પત્ની ઘટનાસ્થળે પહોંચી અને તેના પતિને ઝાડુ વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
જહાંના રહેવાસી સુનિલ કુમાર નામના એક વ્યક્તિને તેની પત્નીને બદલે તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેની સાસુ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલા ગામની રહેવાસી હતી, ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને તેઓ મળવા લાગ્યા હતા. સુનીલ યાદવ પહેલેથી જ પરિણીત છે અને ત્રણ બાળકોનો પિતા પણ છે. આ દરમિયાન તે તેની પ્રેમિકા સાસુના ઘરે તેને મળવા પહોંચી ગયો હતો. ગામલોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તેને પકડી લીધો અને યુવકને લાવી ઝાડ સાથે બાંધી દીધો હતો.
ઝાડ સાથે બાંધ્યા બાદ સુનીલ યાદવની પત્ની ઘટનાસ્થળે પહોંચી અને તેના પતિને થપ્પડ, ચપ્પલ અને ઝાડુથી માર્યો હતો. આ દરમિયાન ગામના લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ અને લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી નથી. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર સતીશ સુમને કહ્યું કે, તેમને આવા કોઈ કેસની જાણ નથી.
બાદમાં જયારે વીડિયોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલા ગામનો મામલો છે. જયાં એક યુવકને તેની સાસુ સાથે અફેર ચાલતું હતું. તેમણે કહ્યું કે, પીડિતા અથવા તેના પરિવારના સભ્યો દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ અથવા મૌખિક માહિતી આપવામાં આવી નથી. મામલો ગમે તે હોય પરંતુ પ્રેમ પ્રકરણની આ અનોખી ઘટના જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Extra Marrital Affair With Mother In Law Story - સમાચાર ચલાવો -