• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • પુષ્ય નક્ષત્ર 2023 : શનિવારે ભૂલથી પણ લોન લેતા કે દેતા નહીં, સોનું અને મિલકત ક્યાં મુહૂર્તમાં ખરીદવું રહેશે ઉત્તમ..?

પુષ્ય નક્ષત્ર 2023 : શનિવારે ભૂલથી પણ લોન લેતા કે દેતા નહીં, સોનું અને મિલકત ક્યાં મુહૂર્તમાં ખરીદવું રહેશે ઉત્તમ..?

09:53 PM November 02, 2023 admin Share on WhatsApp



Pushya Nakshtra 2023 : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પૂર્વે સોના-ચાંદી અને મિલકતની ખરીદી કરવામાં આવે છે. ખાસ કરીને પુષ્ય નક્ષત્ર માં આવી વસ્તુઓ ખરીદવાનું ઉત્તમ માનવામાં આવે છે. ત્યારે પુષ્ય નક્ષત્ર 2023 આ વર્ષે શનિવારને તારીખ 4 ઓક્ટોબરના રોજ આવે છે. આ દિવસે ખાસ કરીને જવેલર્સ, મોટા શોરુમમાં મોટી ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં જો તમે લોન પર કોઈ વસ્તુ ખરીદવાના હોવ તો તે તમારે ટાળવું હિતાવહ રહેશે. કારણ કે, પુષ્ય નક્ષત્રમાં લોન આપવી કે લેવી આ વર્ષે ઉચિત માનવામાં આવી રહ્યું નથી. શનિવારના રોજ સવારે 7:57થી પુષ્ય નક્ષત્ર શરૂ થશે. જે શનિનું નક્ષત્ર છે અને શનિવારના રોજ હોવાથી 'શનિ પુષ્ય નક્ષત્ર યોગ' તરીકે પણ એક આગવું મહત્ત્વ ધરાવતું હોવાનો જ્યોતિષીઓનો મત છે.


► આ પણ વાંચો : જન્મ તારીખ પરથી રાશિ નામ, જન્મ સમય અને સ્થળ પરથી બાળકની સચોટ કુંડળી મેળવો..! 


► મિલકતમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ

તંત્ર સાહિત્ય અને તંત્ર વિદ્વાનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ પણ લાંબા ગાળાની સ્થિરતા માટે પુષ્ય નક્ષત્રનો આ દિવસ ઉત્તમ ગણાય છે. પરંતુ કોઈને લોન આપવા કે લોન લેવા માટે આ દિવસ ઉચિત ગણાતો નથી. આ ઉપરાંત જેઓ કોઈ સાધના કરવા ઈચ્છતા હોય કે સોના, યંત્ર, દાગીના, જેવી વસ્તુ લેવા માંગતા હોય તો ઉત્તમ ફળ અને તે વસ્તુ અંગેની સ્થિરતા આપે છે. કોઈ મિલકત રોકાણ કરવા માટે આ દિવસને મહત્ત્વનો ગણાય છે. કેમકે, કદાચ તે લાંબા ગાળાનું રોકાણ બની શકે છે અને માટે યોગ્ય આયોજન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થતી હોય છે.


 

► શનિ પુષ્ય નક્ષત્રનું શ્રેષ્ઠ મુહૂર્ત


⇒ બપોરના 12:25 થી 4:30 સુધી

⇒ સાંજના 6:04 થી 7:35 સુધી

⇒ રાતના 9:15 થી 12:20 સુધી


મોટી પનોતી-દશા તો આ દિવસે શિવ પૂજન અને શનિ જાપ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો ઘણી રાહત થાય છે. આ ઉપરાંત જો નાણાકીય અભાવ રહેતો હોય તો શનિ પુષ્ય નક્ષત્ર દિવસ સૂર્યાસ્ત સમયે મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય ત્યાં જઈ તેલનો ઉભી વાટનો એક કોડિયામાં રાખી પોતાનું મુખ પશ્ચિમ દિશા તરફ રહે તેમ રાખી દિપ પ્રગટાવવાથી અને એક નંગ સિંગ કે સાકાર પ્રસાદ તરીકે મુકવાથી ધીરેધીરે નાણાકીય તંગીમાં રાહત થવાની કૃપા થવા લાગે છે. આ સિવાય જો રાત્રિના સમયે આ શનિ પુષ્ય નક્ષત્રનો યોગ ચાલતો હોય તે દરમિયાન શનિના કોઈપણ જાપ ઉત્તમ ફળ આપે છે તેમ જ્યોતિષીઓનું માનવું છે.

► ક્યાં ( Shani Mantra ) શનિ મંત્રનો જાપ કરવો જોઈએ ?

→ સામાન્ય મંત્ર

ઓમ શં શનિશ્ચરાય નમઃ ।

→ શનિનો પૌરાણિક મંત્ર

ઓમ હ્રીં નીલાંજનસમભસ્મ રવિપુત્રમ યમગ્રજમ્. છાયા માર્તણ્ડ સંભૂતમ્ નમામિ શનૈશ્ચરમ્ ।

→ શનિનો વૈદિક મંત્ર

ઓમ શન્નોદેવીર – ભીષ્ટયા આપો ભવન્તુ પીતયે શ્યોર્ભિસ્ત્રાવન્તુનઃ.

→ સાડાસાતીના પ્રભાવથી બચવાનો શનિમંત્ર

ઓમ ત્રયમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ.

ઉર્વરુક મિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મા મૃત્યુત્ ।

ઓમ શન્નોદેવીર્ભિષ્ટયા આપો ભવન્તુ પીતયે. શંયોરભીશ્ચવન્તું એ શનૈશ્ચારય  નમઃ ।

ઓમ નીલંજનસમભાસન રવિપુત્રમ યમગ્રજમ.છાયામર્તાન્દસંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્.

► શનિ મંત્રનો જાપ કરવાની રીત

શનિવારની સાંજે સ્નાન કર્યા પછી, શનિદેવની મૂર્તિ અથવા ચિત્ર ઘરમાં કોઈ સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરો. આ પછી શનિદેવને વાદળી ફૂલ, કાળું કપડું, કાળું અડદ અને કાળા તલ અર્પણ કરો. તેમને મીઠી પુરી અર્પણ કરો. આ પછી કાળા તુલસીની માળાથી કોઈપણ મંત્રનો 108 વાર જાપ કરો. કાલી તુલસીની માળાનો જાપ કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને બધી સમસ્યાઓ દૂર કરે છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - પુષ્ય નક્ષત્ર - Pushya Nakshatra Muhurat Dates and Time - શનિ મંત્ર - શનિદેવ ને પ્રશંન્ન કરવાના શનિ મંત્ર - શનિદેવ મંત્ર - શનિની સાડાસાતી - પુષ્ય નક્ષત્ર ક્યારે છે 2023 - pushya nakshatra 2023 - pushya nakshatra lord - pushya raga stone - what is guru pushya yoga



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ, એકીસાથે હોય તેવું પહેલું રાજ્ય, 33 વર્ષ બાદ મળ્યું ગૌરવ

  • 26-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-12-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર
    • 25-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us