
Sharad Purnima 2023: શરદ પૂર્ણિમાએ બનશે 4 શુભ યોગ, જાણો કંઈ રાશિના જાતક પર થશે પૈસાનો અપાર વરસાદ...?
Sharad Purnima 2023 : આ વર્ષે શરદ પુનમ 28 તારીખે આવી રહી છે ત્યારે ચંદ્રગ્રહણ પણ સાથે છે. પરંતુ શરદ પુનમના દિવસે 4 ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે. જેના કારણે આ 3 રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. સાથે જ તેમને ખૂબ જ ધનલાભ પણ થશે. અનુસાર શરદ પુર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી. હિંદુ પંચાંગ અનુસાર અશ્વિન મહિનામાં આવનાર પુનમને શરદ પુનમના નામથી ઓળખવામાં આવે છે. શરદ પુનમને કૌમુદી, કોજાગરી અથવા રાસ પુર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.
ચંદ્ર હોય છે ધરતીની સૌથી નજીક
જ્યોતિષિયો અનુસાર શરદ પુનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. શરદ પુનમના દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ચંદ્ર દેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે વ્રત કરવું ખાસ ફળદાયી હોય છે. આ વખતની શરદ પુનમ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ પણ હોય છે. સાથે જ શરદ પુનમ પર 4 શુભ યોગ હોય છે. શરદ પુનમ પર ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ સૌભાગ્ય યોગ અને સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યા છે. જે અમુક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. આનો જાણીએ તે લકી રાશિઓ વિશે.
મિથુન રાશિના લોકો માટે શરદ પુનમ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. શરદ પુનમ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમસ્યાઓથી છુટકારો મળશે. કરિયર અને કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યાપાર સાથે સંબંધિત યાત્રાની યોજના બની શકે છે.
આ શરદ પુનમ કર્ક રાશિના લોકોના બગડેલા કામ બનાવશે. કરિયરમાં લાભ થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. ભાઈ બહેનોની સાથે સંબંધ સારો રહેશે. વ્યાપારમાં લાભ થશે.
સફળતાના યોગ બનશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારની સાથે સંબંધ સારા રહેશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે ધન લાભના યોગ બની રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - શરદ પૂર્ણિમા શાયરી - શરદ પૂનમ શાયરી - શરદ પૂનમ ક્યારે છે - શરદ પૂનમ 2023 - when is sharad purnima - Sharad Purnima 2022-23 - Sharad Purnima Kab hai - Sharad Poonam - Sharad Purnima Vrat Katha