
આજનું રાશિફળ(13 સપ્ટેમ્બર 2023) તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટેનું દૈનિક રાશિ ભવિષ્ય..
Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે સામાજિક કાર્યોથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. જમીન-સંપત્તિને સંબંધિત કોઇ મોટો કેસ ચાલી રહ્યો હશે તો તેમાં તમને જીત મળી શકે છે. જો કે, આજે માતાના સ્વાસ્થ્યના કારણે થોડી પરેશાની રહી શકે છે. આજે કોઇ યાત્રા પર સાવધાનીપૂર્વક જાવ, કારણ કે તેનાથી ધનખર્ચ વધી શકે છે. આજે સાંજે મિત્રોની સાથે મોજમસ્તીમાં વિતાવશો.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારી વ્યસ્ત રહેશે, તો જ તેઓને સફળતા મળશે. જીવનસાથી સાથે તણાવ ચાલી રહ્યો હશે તો તે આજે ખતમ થઇ જશે અને બંનેની વચ્ચે પ્રેમ વધુ મજબૂત થઇ જશે. પ્રેમ સંબંધમાં લોકોને આજે સારાં સમાચાર મળી શકે છે. સાંજના સમયે તમે પરિવારની સાથે દેવ દર્શનની યાત્રા પર જઇ શકો છો. બિઝનેસ સાથે જોડાયેલા લોકો આજે નવા અવસર મળશે
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે ઘરે અથવા નોકરી ક્ષેત્રે કોઇ સભ્યની વાત ખરાબ લાગી શકે છે. આજે સાંજના સમયે તમે કોઇ સંબંધીના ઘરે જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. આજે તમારાં ઘર અથવા કારોબારી સંબંધિત નિર્ણય સમજદારી અને સભાનતાપૂર્વક લેશો તો ફાયદો મળશે. લાંબા સમયથી અટકેલા કામને આજે પૂર્ણ કરવાની કોશિશ કરશો.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે ભાઇ-બહેનોની તરફથી મદદ મળી શકે છે. આજે તમે ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ધનખર્ચ કરશો, પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો. બિઝનેસમાં આજે શત્રુ તમારાં વિરૂદ્ધ નવા કાવતરાં રચી શકે છે. તેથી આંખ અને કાન બંને ખુલ્લા રાખીને સતર્ક રહો, નહીં તો તમારે નુકસાન વેઠવું પડશે. સાંજના સમયે તમે કોઇ ધાર્મિક કાર્યમાં સામેલ થઇ શકો છો.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારો દિવસ દાન-પૂણ્યમાં વિતશે, આજે તમારી અંદર પરોપકારની ભાવના વધશે, જેની પાછળ ધનખર્ચ થશે. આજે તમારો મોટાંભાગનો સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં વ્યતિત થશે. ઓફિસમાં આજે નવી યોજનાઓ પર કામ શરૂ થઇ શકે છે. આજે તમારો ઉત્સાહ જોઇ શત્રુ પ્રોત્સાહિત થશે. બિઝનેસ કરતા લોકોને આત્મવિશ્વાસ પર દમ કરેલા કામમાં સફળતા ચોક્કસથી મળશે. આજે તમારાં કાર્યોને પૂર્ણ કરવા માટે થોડો ખર્ચ પણ થઇ શકે છે. આજે સાંજના સમયે તમે તમારાં કોઇ મિત્રની મદદ માટે આગળ આવી શકો છો.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમે તમારાં અમુક કાર્યો ભાગ્ય પર છોડી દેશો તો અત્યાધિક લાભ થઇ શકે છે. જો કે, સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો કારણ કે જૂનો રોગ પરેશાન કરી રહ્યો હોવ તો તેના કષ્ટના કારણે તમને પરેશાની થઇ શકે છે. સાંજના સમયે તમે મિત્રોની સાથે કોઇ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેનાથી પરિવારના લોકો પણ નારાજ થઇ શકે છે.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો નહીં તો તમારાં સંબંધમાં થોડી પરેશાની આવી શકે છે. જો તમે સાંજના સમયે યાત્રા પર નિકળશો તો સાવધાનીથી નિકળો. કારણ કે વાહન ખરાબ થવાથી તમારાં પૈસા પણ ખર્ચ થઇ શકે છે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારી આવક ઓછી અને ખર્ચ વધારે રહેશે. કેટલાંક ખર્ચ એવા હશે જે તમારે કમને કરવા પડશે, જેનાથી આર્થિક સ્થિતિ ખોરવાઇ શકે છે. સંતાનને શ્રેષ્ઠ કાર્ય કરતા પ્રસન્ન થશો. જો પાડોશી સાથે કોઇ વિવાદ થાય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો નહીં તો કાયદાકીય ઝંઝટમાં ફસાઇ શકો છો. આજે તમારાં જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે સરકારી ક્ષેત્રે તમારું સન્માન વધશે, પ્રેમ જીવનમાં મધુરતા આવશે. પારિવારિક સંપર્કોથી આજે તમને લાભ મળશે અને ભાઇ બહેનની મદદથી તમારાં કેટલાંક લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરાં થઇ શકે છે. આજે તમને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે તેવા યોગ છે. આજે તમે સાંજનો સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં વિતાવશો અને શુભ કાર્યો પર ધન ખર્ચ કરશો, જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમે ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છો તો તેનો લાભ આપી શકે છે, અને પૂર્વજોએ કમાયેલું કેટલુંક ધન મળવાની પણ સંભાવના છે. આજે જીવનસાથી તમારી મદદ કરી શકે છે, જેનાથી અટકેલું ધન પણ પરત મળશે. જો કે, આજના દિવસે કોઇને વણમાગી સલાહ ના આપો નહીં તો તમને હાનિ થઇ શકે છે.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે તેને યોગ્ય બનાવાની દિશામાં કરવામાં આવેલા કાર્યોમાં પ્રગતિ રશો, પરંતુ આજે કોઇ પણ વ્યક્તિને પૈસા ઉધાર આપવાથી બચો. વેપારમાં ધન એકઠું કરવાના પ્રયાસો સફળ બનશે. તમારાં મિત્રોનો આજે સહયોગ મળશે અને નવા મિત્રો સાથે મુલાકાત પણ થશે. આજે તમે પિતાની સલાહથી જે પણ કાર્યો કરશો તેમાં અવશ્ય સફળ થશો.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023
આજનું રાશિફળ : આજે તમારાં ધનમાં વૃદ્ધિ થશે અને મોસાળ પક્ષ તરફથી પણ આર્થિક લાભના યોગ બની રહ્યા છે. આજે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, શેર માર્કેટમાં રોકાણ કરવાથી પણ ફાયદો મળશે. સાંજના સમયે નોકરીમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો નહીં તો બનતા કામ બગડી શકે છે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel