• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • સમય સમયની વાત: એક સમયે રૂ.૨૦૦ના કિલો વેંચાતા ટમેટાંના હવે કોઈ રૂ.૧૦માં ખરીદતું નથી, ખેડૂતને ફેંકવાનો વારો આવ્યો...

સમય સમયની વાત: એક સમયે રૂ.૨૦૦ના કિલો વેંચાતા ટમેટાંના હવે કોઈ રૂ.૧૦માં ખરીદતું નથી, ખેડૂતને ફેંકવાનો વારો આવ્યો...

07:03 PM September 08, 2023 admin Share on WhatsApp



સમય સમયની વાત છે! ગઈ કાલે જે ટમેટાં ૨૦૦ રૂપિયા કિલો વેચાતાં હતાં એ ટમેટાંના ભાવ ૪ રૂપિયાથી ૭ રૂપિયા કિલો થઈ જતાં હવે ખેડૂતો ટમેટાં રસ્તા પર ફેંકવા માંડ્યા છે. જોકે આ હાલતમાં પણ મુંબઈની રીટેલ માર્કેટમાં સારી ગુણવત્તાના નામે ટમેટાંના ભાવ ૪૦થી ૫૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યાં છે. નવી મુંબઈના શાકના વેપારીઓ કહે છે કે દિલ્હીમાં G20ને કારણે અને ગુજરાતમાં જન્માષ્ટમીની લાંબી રજાઓને કારણે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટમેટાંના માલમાં ભરાવો થઈ ગયો છે એને કારણે ટમેટાંના ભાવ તૂટી ગયા છે. ખેડૂતોને તો ટમેટાંના ભાવ બે રૂપિયાથી લઈને પાંચ રૂપિયા કિલો પણ મળતા નથી. આથી તેઓ માર્કેટમાં વેચવા કરતાં રસ્તા પર ફેંકીને તેમનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

છેલ્લા બે-ત્રણ મહિના બજારમાં ટમેટાંના ભાવ આકાશની સપાટીએ પહોંચી ગયા હતા. સામાન્ય દિવસોમાં ૨૫થી ૩૦ રૂપિયા કિલો રીટેલમાં વેચાતાં ટમેટાંના ભાવ ૨૦૦થી ૨૨૫ રૂપિયા કિલો વેચાયાં હતાં. એ સમયે કમોસમી વરસાદ અને ગરમીને કારણે ટમેટાંના ઉત્પાદન પર ભારે અસર થઈ હોવાથી ભાવ નિયંત્રણમાં નહોતા. ત્યાર પછી સરકારે સસ્તા ભાવે ટમેટાં વેચવાની શરૂઆત કરતાં ધીરે-ધીરે માર્કેટ નીચી આવવા માંડી હતી. જોકે રીટેલ વેપારીઓ તો માલની અછતના નામે ૧૪૦થી ૧૬૦ રૂપિયે કિલોના ભાવે ટમેટાં વેચતા હતા એને કારણે અનેક ગૃહિણીઓએ તેમના રસોઈના મેનુમાંથી ટમેટાંને બાકાત કરી નાખ્યાં હતાં તો અમુક ગૃહિણીઓ ટમેટાંનો વિકલ્પ શોધીને રસોઈ બનાવતી હતી.

આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના કૃષિ બજારમાં ટમેટાંના ભાવ ઘટીને બે રૂપિયાથી પાંચ રૂપિયા પહોંચી ગયા હતા એને કારણે ખેડૂતોને તેમના ઉગાડેલાં ટમેટાં રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી છે. બજારના ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓને ટમેટાંના વર્તમાન ભાવ સાથે મૂળભૂત લૉજિસ્ટિક્સ પણ પરવડી શકતા નથી. ૬ સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશની એશિયાની સૌથી મોટી કોલારની જથ્થાબંધ બજારમાં ટમેટાંના ભાવ જુલાઈમાં લગભગ ૨૦૦ રૂપિયા કિલોને સ્પર્શી ગયા હતા એ ઘટીને છેક ૧૦ રૂપિયા કિલો થઈ ગયા હતા.

બેંગ્લોરના રીટેલ સ્ટોરમાં આ ટમેટાં ૧૫થી ૨૦ રૂપિયા કિલો વેચાય છે, જે બે દિવસમાં ઘટીને ૧૦ રૂપિયા કિલો થવાની ધારણા છે. એને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આથી કોલારમાં ટમેટાં હરાજીમાં વેચાયા વગર રહી ગયાં હોવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ટમેટાં રસ્તા પર ફેંકી દીધાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. મે અને જુલાઈ વચ્ચે જ્યારે પાક અન્યત્ર રાજ્યોમાં ઉત્પન્ન થયો નહોતો ત્યારે કોલાર લગભગ સમગ્ર ભારતમાં ટમેટાં પહોંચાડતું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કોલારની બજારમાં ૧૫ કિલો ટમેટાંનું એક બૉક્સ ૨૨૦૦  રૂપિયાના રેકૉર્ડ ભાવે વેચાયું હતું. જ્યારે ગઈ કાલે આ જ બૉક્સની કિંમત ૧૦૦થી ૧૫૦ રૂપિયાની રેન્જમાં હતી.

આવી જ હાલત મહારાષ્ટ્રની પણ છે. આ સંદર્ભે પુણેના નારાયણગાંવ બજારના વેપારીએ કહ્યું હતું કે ‘અમારી હોલસેલ માર્કેટમાં રોજ ૨૦ કિલોનું એક ક્રેટ એવાં ૩૫,૦૦૦ કેરેટ ટમેટાંની આવક છે, જે ખેડૂતો પાસેથી પાંચથી સાત રૂપિયે કિલોના ભાવે વેપારીઓ ખરીદે છે. જોકે ખેડૂતોને આ ભાવથી સંતોષ નથી. તેમને પૂરતા ભાવ ન મળતા હોવાથી તેઓ ખૂબ નારાજ છે. એટલું જ નહીં, સામે તેમના ઉત્પાદનની સરખામણીમાં હોલસેલ માર્કેટમાં અત્યારે ખરીદી પણ નથી. આથી ખેડૂતો તેમના વધારાના ઉત્પાદનને ફેંકી દે છે. આમ પણ સ્ટૉક કરીને પણ તેમને નુકસાન જ છે. આ ટમેટાં અમે હોલસેલમાં ૧૦થી ૧૪ રૂપિયે કિલો વેચીએ છીએ.’


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vegitables News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us