
Somnath Live Darshan Today: શ્રાવણ માસમાં કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઓનલાઇન ઘરે બેઠા...
શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મંદિર બહાર બે કિ.મી. જેટલી લાંબી શિવ ભક્તોની કતાર લાગી જાય છે. અને હર હર મહાદેવ…જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની જાય છે. આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિતે મંદિર પરિસરમાં એક મોટી એલ.ઈ.ડી. સ્ક્રિન ફીટ કરવામાં આવેલ છે જેમાં મંદિરે આવતા યાત્રિકો પરિસરમાં ઊભા રહીને પણ સોમનાથ મહાદેવના લિંગના લાઇવ દર્શન કરી શકે છે.
આજે સવારે સોમનાથ મહાદેવને મહાપુજા, આરતી કરવામાં આવી. ઘણા શિવ ભક્તો પગપાળા વેહલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. તમે પણ ઘરે બેઠા કરો લાઈવ દર્શન…તસવીર પર ક્લિક કરવાથી તમે આરતીના લાઈવ દર્શન કરી શકો છો.
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલુ છે. ભારતમા આવેલા 12 જ્યોતિર્લીંગ પૈકી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે સાથે જ તેનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રધ્ધાળુઓ સમગ્ર દેશમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. આજના આ આર્ટીકલમા આપણે Somnath Live Darshan, સોમનાથ લાઇવ આરતી ઘરેબેઠા લાઇવ દર્શન કેમ કરી શકાય તેની માહિતી મેળવીશું.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરોમા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વખતે 2 શ્રાવણ માસ હોવાથી શિવભક્તોને શ્રાવણ માસના 8 સોમવારનો લાભ મળ્યો હતો. પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ઉજ્જવળ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. શ્રીમદ આરાધ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ પરથી ઉતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહ્યુ છે.
Somnath Live Darshan Today: ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં, શિવે કહ્યું, ”હું હંમેશા દરેક જગ્યાએ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગના રૂપમાં 12 સ્વરૂપો અને સ્થાનોમાં છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થળોમાંથી એક છે. આ બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે.
Somnath Live Darshan Today સોમનાથ મહાદેવ ના મંદિરની આજુ બાજુ મા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.
હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે, Somnath Live Darshan જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.
સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફિશીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.
Somnath Temple Website | અહિં ક્લીક કરો |
Somnath Live Darshan Today youtube chanel | અહિં ક્લીક કરો |
Somnath Temple Facebook Page | અહિં ક્લીક કરો |
Somnath Temple Instagrame Page | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik News In Gujarati