
Daily Horoscope | Aaj nu Rashifal for 27 August 2023 : તમામ રાશિના જાતકો (Zodiac Sings) માટે આજનો દિવસ કેવો રહેશે ?
Horoscope Today | Aaj Nu Rashifal (આજનું રાશિફળ): તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ...
(જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : જેઓ રાજનીતિ સાથે સંકળાયેલા છે તેઓને શાસન-સત્તાનો સંપૂર્ણ સહયોગ અને રાજનૈતિક દિશામાં કરેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. પારિવારિક વ્યવસાયમાં જીવનસાથીની સલાહ સાથે લેવામાં આવેલા નિર્ણયથી વધુ લાભ થશે. પરિવારના કોઇ સભ્યના વિવાહ પ્રસ્તાવને મંજૂરી મળતા, ખુશીનો માહોલ હશે. આજે તમે ઘરે કોઇ નાની પાર્ટીનું પણ આયોજન કરી શકો છો.
(જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : વિદ્યાર્થી વર્ગને આજે પ્રતિસ્પર્ધા માટે આવેદન કર્યુ હશે તેમાં સફળતા મળશે, તેથી તેઓનું મન પ્રસન્ન રહેશે. પારિવારિક સંબંધો મજબૂત બનશે અને પરિવારના સભ્યો સાથે ચાલી રહેલો તણાવ આજે દૂર થઇ જશે અને પારિવારિક દાયિત્વની પૂર્તિથી મન પ્રસન્ન રહેશે. આજે તમે કોઇ મિત્રની મદદ પણ કરી શકો છો.
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજીવિકાના ક્ષેત્રમાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે ઉત્તમ સફળતા મળી શકે છે. આજે લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને પરિવારના લોકો પણ તમારો સહયોગ કરશે. પુરૂષાર્થ માટે કરવામાં આવેલું કાર્ય આજે તમારાં માટે સાર્થક રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાથી તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે અને તમારાં કામ સરળતાથી પુરાં થઇ જશે.
(જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે નોકરિયાત લોકોને કોઇ નવું કામ સોંપવામાં આવી શકે છે જેના કારણે તેઓને થોડી પરેશાની થશે, પરંતુ સહકર્મીઓની સાથે મળીને કામ કરવાથી તે કાર્ય સાંજ સુધી પૂર્ણ થઇ જશે. આજે જીવનસાથીનો સહયોગ મળશે, સામાજિક દ્રષ્ટિએ તમામ કાર્યોમાંથી અમુક લાભદાયી નિવડશે. સાંજના સમયે તમે માતા પિતાને નાની યાત્રા પર લઇ જઇ શકો છો.
(જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : વિદ્યાર્થી વર્ગમાં આજે પરિક્ષા માટે આવેદન કર્યુ હશે તો તેમાં સફળતા મોડેથી મળશે, જેના કરણે મન થોડું ઉદાસ રહી શકે છે. આજે કોઇ પારિવારિક સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે, જેનું સમાધાન શોધવા માટે તમારે કોઇ પ્રિયજનના સહયોગની આવશ્યકતા રહેશે. આજે રચનાત્મક રીતે કરવામાં આવેલા કામમાં તમને સફળતા ચોક્કસથી મળશે. આજે સંયમથી લીધેલા મહત્વના નિર્ણયો તમને સફળતા અપાવશે.
(જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને મંદ ગતિએ ચાલી રહેલા કારોબારને આગળ ધપાવવા માટે પિતાની સલાહ લેશો, તેઓના સહયોગથી તમારાં કારોબારમાં વૃદ્ધિ થશે. સાસરી પક્ષ તરફથી ધનલાભની શક્યતાઓ છે. જો તમે કોઇ કામને પૂર્ણ કરવા માટે સાસરીપક્ષના સભ્યોની મદદ લેશો તો તેઓ તમારી મદદ ચોક્કસથી કરશે.
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય કથળી શકે છે, જેના કારણે થોડી ભાગદોડ થવાની પણ શક્યતાઓ છે. જો તમે કોઇની પાસેથી અગાઉ પૈસા ઉધાર લીધા છે, તો તે ચૂકવવા પડી શકે છે, જેના કારણે આર્થિક સ્થિતિ પર બોઝ બનતો હોવાની લાગણી થઇ શકે છે. આજે દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ પૈસા ખર્ચ થઇ શકે છે, જેમાં તમારે તમારાં પિતાનો સાથ પણ આપવો પડશે.
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો, નહીં તો ભવિષ્યમાં પરેશાની વધી શકે છે. જો હાલ આર્થિક મામલે તમે ગંભીરતા ના દર્શાવી રહ્યા હોય તો આ આદતમાં પણ સુધારની જરૂર છે. વિદ્યાર્થી વર્ગે ઉચ્ચ શિક્ષામાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે કોઇ મિત્રની સલાહ લેવાની જરૂર પડશે. સાંજના સમયે તમે તમારાં પરિવારના સભ્યની સાથે કોઇ ધાર્મિક આયોજનમાં જઇ શકો છો.
(જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો કોઇ વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા હોય તો આજનો દિવસ શુભ છે. જો તમે કોઇ ભાગીદારીમાં રોકાણ કર્યુ હોય તો આજે ફાયદો થશે. સંતાનના વિવાહ સંબંધિત અડચણોને દૂર કરવા માટે તમારાં શિક્ષકની સલાહ લઇ શકો છો. પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે કોઇ બાબતે તણાવ ઉભો થઇ શકે છે, જેના કારણે પાર્ટનર નારાજ પણ થઇ શકે છે.
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે અનાવશ્યક વિવાદથી બચીને રહો કારણે નોકરીમાં તમારાં શત્રુ પરેશાન કરવાની તમામ કોશિશ કરી શકે છે. પરંતુ તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. આજે બુદ્ધિ અને વિવેકથી કરવામાં આવેલા કાર્યોમાં તમને ચોક્કસથી સફળતા મળશે, પરંતુ આજે જો કોઇ અન્યની સલાહ પણ મોટો નિર્ણય લીધો તો તે ભવિષ્યમાં તમારાં માટે પરેશાની ઉભી કરી શકે છે.
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આજે તમારાં ભાઇ માટે અમુક રકમની વ્યવસ્થા કરવી પડી શકે છે. જો પિતાને આંખ સંબંધિત કોઇ સમસ્યા છે તો તેઓની તકલીફમાં વધારો થઇ શકે છે. આજે તમે જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો, જેના કારણે મન હળવું રહેશે. જો પરિવારના કોઇ સભ્ય સાથે વાદવિવાદ થાય છે તો વાણીને મધૂર રાખો, નહીં તો સંબંધમાં તિરાક પડી શકે છે.
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
રવિવાર, 27 ઓગસ્ટ 2023
આજનું રાશિફળ : આ રાશિના જાતકો આજે આળસના કારણે અમુક કાર્યો ટાળી શકે છે, જેના કારણે તેઓને નુકસાન પણ થઇ શકે છે. જો મહત્વપૂર્ણ કામ હાથમાં આવે તો સૌથી પહેલાં તેને પૂર્ણ કરી લો અને તમારી કિસ્મતના ભરોસે તેને ટાળો નહીં. ભાઇ બહેનના વિવાહમાં આવેલી રહેલી અડચણો કોઇ પારિવારિક સભ્યની મદદથી દૂર થશે. આજે સંતાનને જોઇ મન પ્રસન્ન રહેશે.
(Home Page- gujju news channel)
આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius, Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel