• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કુલ્લુમાં એક બાદ એક 7 બહુમાળી ઈમારત થોડી જ ક્ષણોમાં ધરાશાયી, અનેકના મોત; 15 રાજ્યોમાં હાઈ એલર્ટ....

કુલ્લુમાં એક બાદ એક 7 બહુમાળી ઈમારત થોડી જ ક્ષણોમાં ધરાશાયી, અનેકના મોત; 15 રાજ્યોમાં હાઈ એલર્ટ....

03:04 PM August 24, 2023 admin Share on WhatsApp



ઉત્તર ભારતમાં આ ચોમાસામાં વધુ એકવાર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. આ વખતે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં નદી કાંઠાની 7 ઈમારતો માત્ર 30 સેકન્ડના સમયમાં ધરાશાયી થઈ ગઈ હતી. સદ્દનસિબે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વહીવટીતંત્રે સમય સુચકતા દાખવી ઇમારતોને ત્રણ દિવસ પહેલા જ ખાલી કરાવી દીધી હતી. આસપાસની 2-3 ઈમારતો હજુ પણ જોખમમાં છે. એવામાં અહીં લોકોની અવરજવર પર  પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસડીએમ અની નરેશ વર્માના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરાશાયી થયેલાં મકાનોની સંખ્યા સાતથી આઠ છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના 3 જિલ્લા- શિમલા, મંડી અને સોલનમાં આજે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.  હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહેલા કુલ્લુમાં એક ઈમારત ધરાશાયી થઈ. થોડી જ સેકન્ડોમાં બીજી ઘણી ઈમારતો પણ ધરાશાયી થઈ ગઈ.


આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...

આ પણ વાંચો : ઉદયપુરનું ડર્ટી પિક્ચર: સૌંદર્યથી ભરપૂર મહિલાએ વૃદ્ધને બોલાવ્યો હોટલના રૂમમાં અને પછી...


► કાનપુરમાં ગંગા ભયજનક નિશાનને પાર

બુધવારે ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યભરમાં 4.5 સેમી વરસાદ નોંધાયો હતો. વરસાદ સંબંધિત ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. બીજી તરફ કાનપુરમાં ગંગા નદી પાણી ભયજનક નિશાનથી 3 મીટર ઉપર વહી રહ્યું છે. જેના કારણે 11 ગામોમાં ગંગાનું પાણી ઘૂસી ગયું હતું.

► ઇમારતો પહેલેથી જ ખાલી કરાવાઈ

આ દુર્ઘટના આજે સવારે 9.30 કલાકે થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અગાઉ એક બિલ્ડિંગમાં કાંગડા કો-ઓપરેટિવ બેંક ચાલતી હતી અને બીજા બિલ્ડિંગમાં SBI બેંક પણ ચાલતી હતી. અમુક રૂમમાં ભાડુઆત અને દુકાનો પણ ચાલી રહી હતી. 7થી 11 જુલાઈ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે તેમાં તિરાડો દેખાવા લાગી હતી. આ જોખમને જોતાં વહીવટીતંત્રે તેમને પહેલેથી જ ખાલી કરાવી દીધાં હતાં અને મકાન માલિકોને મકાનો ખાલી કરવા નોટિસ આપી હતી. પરંતુ, તે દરમિયાન પહાડ પર બનેલા મકાનના પતનનો કોઈને ખ્યાલ નહોતો. તેમાં પણ તિરાડો દેખાવા લાગી હતી. એટલા માટે લોકોએ તેમને જાતે જ ખાલી કરી દીધાં હતાં. ઈમારતો ધરાશાયી થતાં અનીના લોકો ભયભીત છે. ખાસ કરીને જેમનાં મકાનો આ બિલ્ડિંગની સાથે બનેલાં છે તેઓને નુકસાન થવાની વધુ ચિંતા છે. જણાવી દઈએ કે આ વખતે પહાડો પર વરસાદથી ઘણી તબાહી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ તસવીરો સામે આવી રહી છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us