• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ

10:29 PM July 12, 2026 Gujju News Channel Share on WhatsApp

હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની શક્યતા નહીવત છે.



ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એકાદ-બે વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના ભાગોમાં વરસાદી માહોલ નબળો રહ્યો છે. હવામાનની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ એટલે કે 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. ત્યારબાદ 16 જુલાઈથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે અને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


► 12થી 14 જુલાઈ સુધી હળવા વરસાદની શક્યતા


ગુજરાતમાં આગામી 12થી 14 જુલાઈ, 2026 દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. બીજી તરફ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત રાજ્યના બાકીના જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદની શક્યતા નથી, જેથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય રહેવાની સંભાવના છે.


► 15 જુલાઈના રોજ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા


15 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ મર્યાદિત વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત રાજ્યના બાકીના જિલ્લાઓમાં વરસાદની સંભાવના ન હોવાથી મોટાભાગે વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.


► 16થી 18 જુલાઈ સુધી કયા જિલ્લામાં વરસાદની શક્યતા


16થી 18 જુલાઈ 2026 દરમિયાન દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ મહેસાણા, કચ્છ, જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે.


► દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો નીચલા સ્તરે ફૂંકાઇ રહ્યાં છે


રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતા હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ચોમાસાની ટ્રફ લાઇન હાલમાં શ્રીગંગાનગર, હિસ્સાર, મેરુત, શાહઝાંહનપુર, ગોરખપુર, મુઝફ્ફરપુર અને દક્ષિણ આસામમાંથી પસાર થઈ રહી છે. સાથે જ મધ્ય ટ્રોપોસ્ફિયરમાં દરિયાઈ સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયું છે. બીજી તરફ, પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , વરસાદની આગાહી - Rain Forecast - Weather Update Gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 12-07-2026
  • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us