• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

09:07 PM June 29, 2026 Admin Share on WhatsApp

Gujarat Weather Forecast Heavy Rain: હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી અને માછીમારો માટે હાઈ એલર્ટ જાહેર કરાયું.



ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે. આ સિસ્ટમના કારણે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન અત્યંત ખરાબ રહેશે. દરિયામાં 40 થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે માછીમારો માટે દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે.


► એક તરફ ગરમી, બીજી તરફ મેઘો મંડાશે


છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોર છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.


► જાણો આગામી 3 દિવસ ક્યાં પડશે વરસાદ?


28 જૂન: અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવો વરસાદ.

29 અને 30 જૂન: વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના.


► જુલાઈની શરૂઆતમાં મેઘરાજા જમાવટ કરશે


1 જુલાઈએ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા ભડાકા થશે. ત્યારબાદ 2 અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , વરસાદની આગાહી - Rain Forecast - Weather Update Gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"

  • 22-07-2026
  • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us