પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા અને ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા સરકારના વડા તરીકેની તેમની સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે નવી દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની એક મોટી બેઠક યોજાઈ હતી
PM Modi Longest-Serving PM : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા અને ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા સરકારના વડા તરીકેની તેમની સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે નવી દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની એક મોટી બેઠક યોજાઈ રહી છે. ભારત મંડપમ ખાતે યોજાનારી આ બેઠકમાં ભાજપના ટોચના નેતાઓ, NDA સાથી પક્ષોના નેતાઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગઠબંધનના સીનિયર પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તે તમામ સાથીદારોનો પણ આભાર માનું છું. જે આ સફરનો ભાગ રહ્યા છે. આ પ્રસંગે, NDA પરિવારના સભ્યોએ એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આ તમારા સ્નેહ અને ઉદારતાને દર્શાવે છે, કારણ કે હું આ યાત્રાને મારી વ્યક્તિગત સિદ્ધિ માનતો નથી. દરેક રીતે તે આપણી સામૂહિક સિદ્ધિ છે, દરેક NDA સાથીની સહિયારી સફળતા છે. તેથી હું આ પ્રસ્તાવ તમને બધાને, આપણા NDA પરિવારના દરેક કાર્યકરને, જેમાં BJP ના કાર્યકરોનો પણ સમાવેશ થાય છે, સમર્પિત કરું છું. ભારતના લોકોની સહજ સમજ હંમેશા અદ્ભુત રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આટલા લાંબા સમય સુધી ભારતીની સેવા કરવી, તેમની સેવા કરવાનું સૌભાગ્ય મળવું, ફક્ત ભગવાનની વિશેષ કૃપાથી જ શક્ય છે અને મારા માટે જનતા જ ભગવાનનું સ્વરૂપ છે. તેથી જ મેં હંમેશા આ સેવાને આધ્યાત્મિક સાધના તરીકે જોઈ છે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા કરવામાં આવી નથી; તે એક સામૂહિક 'યજ્ઞ' છે. જેમાં તમે બધા અને અન્ય ઘણા સાથીઓએ કર્તવ્ય ભાવથી પોતાનું યોગદાન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે હું NDA ના મુખ્યમંત્રીઓ અને નેતાઓને તેમની શુભકામનાઓ બદલ આભાર માનું છું. NDA ની યાત્રા રાષ્ટ્રીય હિતોને આગળ વધારવા અને પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવાના સહિયારા સંકલ્પથી નક્કી થઇ છે. આ ભાવનાએ આપણી લોકશાહીને મજબૂત બનાવી છે, સહકારી સંઘવાદને વધુ ગાઢ બનાવ્યો છે અને વિકાસની ગતિને વેગ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં, NDA એ એક સ્થિર સરકાર આપી છે, જેણે તમામ ક્ષેત્રોમાં પ્રગતિને આગળ વધારી છે. આપણે રાષ્ટ્રની સેવા કરવા અને 'વિકસિત ભારત' ના વિઝન માટે નવા જોશ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આ NDA ની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ રાજકીય સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 1952માં પહેલી સામાન્ય ચૂંટણી પછી ચૂંટાયેલા સરકારના વડા તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પાછળ છોડી દીધા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Modi Longest-Serving PM - PM Narendra Modi Break Record of Jawaharlal Naheru and served longest serve prime minister of india
