• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

08:20 PM May 27, 2026 Gujju News Channel Share on WhatsApp

રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય.



Tar Fencing Yojana Gujarat Goverment : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ રીતે કરો અરજી : Tar Fencing Yojana 2026 : તાર ફેન્સીંગ યોજનાની તમામ માહીતી મેળવો | વાયર ફેન્સીંગ યોજના 2026


► પ્રતિ રનિંગ મીટર રૂ.200ના બદલે રૂ.300 ચુકવાશે


Tar Fencing Yojana Gujarat Goverment know in gujarati


રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સીંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. 200 અથવા ખર્ચના 50%, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે હવે પ્રતિ રનિંગ મીટર રૂ. 300 અથવા ખરેખર થનાર ખર્ચના 50% મુજબ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે 2 હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે.


• આ પણ વાંચો : સરકારની ખેડૂતોને ભેટ..! ખેડૂતોને સસ્તા વ્યાજે મળશે લોન, ખરીફ પાકની MSPમાં કરાયો વધારો

• આ પણ વાંચો : પત્ની ગમતી ન હોવાથી પતિએ 50 હજારમાં સોદો કર્યો, દોસ્તોએ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

• આ પણ વાંચો : જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!


► રાજ્ય સરકારે રૂ.240 કરોડની ફાળવણી કરી


મંત્રીએ જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે  રૂ. 240 કરોડની ફાળવણી કરી છે.


► રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે


અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીએ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો રૂ. 240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Tar Fencing Yojana Gujarat Goverment



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના હેઠળ મળતી સહાયમાં વૃદ્ધિ

  • 27-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-05-2026
    • Gujju News Channel
  • પત્ની ગમતી ન હોવાથી પતિએ 50 હજારમાં સોદો કર્યો, દોસ્તોએ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું
    • 26-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-05-2026
    • Gujju News Channel
  • ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ, હેમા માલિનીએ સ્વીકાર્યો, રડી પડી પુત્રી અહાના
    • 25-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-05-2026
    • Gujju News Channel
  • જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!
    • 24-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-05-2026
    • Gujju News Channel
  • અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર ત્રણના ઘટનાસ્થળે મોત
    • 23-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us