• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ

IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ

09:54 PM May 05, 2026 Gujju News Channel Share on WhatsApp

IPL 2026 માં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે. પંજાબ, બેંગલુરુ, હૈદરાબાદ અને રાજસ્થાન આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને હાલ ટોપ 4 માં સામેલ છે. જોકે, તેનો અર્થ એ નથી કે અન્ય ટીમો પ્લેઓફની રેસમાં નથી. IPL 2026 માં બધી 10 ટીમો પ્લેઓફમાં પહોંચી શકે છે, પછી ભલે તે છેલ્લા ક્રમે રહેલી લખનૌ સુપરજાયન્ટ્સ હોય કે પછી મુંબઈ અને KKR. પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટીમને કેટલી મેચ જીતવાની જરૂર છે, ચાલો જાણીએ.



IPL 2026 માં કઈ ચાર ટીમો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે, તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ટોપથી લઈ બોટમ (છેલ્લા ક્રમ) સુધીની તમામ ટીમો હજી પ્લેઓફની રેસમાં છે. કોઈ બહાર ફેંકાઈ નથી અને કોઈ ક્વોલીફાય પણ નથી થઈ. ચાલો પ્લેઓફ સમીકરણ અને દરેક ટીમને તેમાં પહોંચવા માટે કેટલી જીતની જરૂર છે તે જાણીએ.


► પંજાબને ફક્ત બે જીતની જરૂર


IPL 2026 માં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. PBKSએ તેની નવ મેચમાંથી છ મેચ જીતી છે, જ્યારે બે મેચ હારી છે અને એક ડ્રો રહી છે. આનો અર્થ એ થયો કે પંજાબ પાસે પાંચ મેચ બાકી છે અને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેને ફક્ત બે જીતની જરૂર છે.


► RCBને બે જીતની જરૂર


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વાત કરીએ તો, તેમના નવ મેચોમાં 12 પોઈન્ટ છે. તેમની પાસે પાંચ મેચ બાકી છે, અને RDBને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બે જીતની જરૂર છે.


► SRHને બે જીતની જરૂર


સનરાઈઝર્સ હૈદરાબાદ તેમની 10 મેચોમાંથી છ જીતી ચૂક્યું છે. તેમની પાસે ચાર લીગ મેચ બાકી છે, અને હવે તેમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ફક્ત બે જીતની જરૂર છે.


► રાજસ્થાનને બે જીતની જરૂર


રાજસ્થાન રોયલ્સે 10 માંથી 6 મેચ જીતી છે અને તેમની હજી ચાર મેચ બાકી છે. પ્લેઓફમાં પહોંચવા માટે RR ને ફક્ત પણ બે જીતની જરૂર છે.


► ગુજરાતનેે બે જીતની જરૂર


ગુજરાત ટાઈટન્સે પણ 10 માંથી 6 મેચ જીતી છે. GT પાસે ચાર મેચ બાકી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેમને બે મેચમાં જીતની જરૂર છે.


► ચેન્નાઈને 5માંંથી 4 મેચમાં જીતની જરૂર


ચેન્નાઈ સુપર કિંગ્સે નવમાંથી ચાર મેચ જીતી અને હવે તેમની પાંચ મેચ બાકી છે. પ્લેઓફમાં પહોંચવા માટે પાંચમાંથી ચાર મેચ જીતવાની જરૂર છે.


► દિલ્લીને પાંચમાંથી ચાર મેચમાં જીતની જરૂર


દિલ્હી કેપિટલ્સે પણ નવમાંથી ચાર મેચ જીતી છે અને તેમની પણ પાંચ મેચ બાકી છે. એવામાં પ્લેઓફમાં પહોંચવા માટે DCને પાંચમાંથી ચાર મેચ જીતવી જ પડશે.


► કોલકાતાને 5માંથી 5 મેચમાં જીત જરૂરી


કોલકાતા નાઈટ રાઈડર્સની પાંચ મેચ બાકી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે KKR ને પાંચેય મેચ જીતવી જ પડશે.


► MIને પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ, અન્ય ટીમો પર નિર્ભર


મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે રમતમાંથી બહાર નથી થયા. મુંબઈએ 10 માંથી ત્રણ મેચ જીતી છે. તેમની પાસે ચાર લીગ મેચ બાકી છે, અને પ્લેઓફની રેસમાં રહેવા માટે, તેમને ચારેય મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.


► લખનૌ પાંચેય મેચ જીતવી પડશે છતાં મુશ્કેલ


લખનૌ સુપરજાયન્ટ્સ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. લખનૌની પાંચ મેચ બાકી છે, અને તેમને પાંચેય મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , IPL 2026 Playoff teams prediction, How Many Wins Does Each Team Need To Reach The Playoffs In IPL 2026



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ

  • 05-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-05-2026
    • Gujju News Channel
  • Fuel Price Hike: મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સરકારી સૂત્રોના સંકેત
    • 01-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us