Womens T20 World Cup 2026 : ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થઈ રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે
India Squad Announced for Womens T20 World Cup 2026 : ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થઈ રહેલા મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને ટીમની વાઇસ કેપ્ટન બનાવી છે. વિમેન્સ પ્રીમિયર લીગની ઘણી યુવા પ્રતિભાઓને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતની આ ટીમમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ઘણી સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારતી ફુલમાલી અને નંદની શર્માની પસંદગી વર્લ્ડકપ માટે કરવામાં આવી છે. આ સિવાય યાસ્તિકા ભાટિયાએ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે. વન ડે વર્લ્ડ કપ વિજેતા હરલીન દેઓલ, સ્નેહ રાણા અને પ્રતિકા રાવલની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 14 જૂને પાકિસ્તાન સામે રમી ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતના આ ગ્રુપમાં પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ છે. ક્વોલિફાયર પછી બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ આ ગ્રુપનો ભાગ બની છે. આ ટૂર્નામેન્ટમાં કૂલ 12 ટીમો ભાગ લઇ રહી છે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુસમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India Squad Announced for Womens T20 World Cup 2026
