• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી

AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી

09:57 PM April 24, 2026 Gujju News Channel Share on WhatsApp

આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ 7 રાજ્યસભા સાંસદોએ ભાજપમાં વિલયનો નિર્ણય લીધો છે.



આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ 7 રાજ્યસભા સાંસદોએ ભાજપમાં વિલયનો નિર્ણય લીધો છે. રાઘવ ચઢ્ઢાએ પોતાને ખોટી પાર્ટીમાં સાચો માણસ ગણાવતા કહ્યું કે AAP હવે તેના મૂળભૂત આદર્શોથી ભટકી ગઈ છે. આ બળવા પાછળ દિલ્હી ચૂંટણીમાં હાર અને સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલવા જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે.


► રાઘવ ચઢ્ઢાના AAP પર ગંભીર આરોપ


રાઘવ ચઢ્ઢાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે જે પાર્ટીને તેમણે પોતાના લોહી-પરસેવાથી સીંચી હતી અને પોતાની જવાનીના 15 વર્ષ આપ્યા હતા, તે હવે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના એજન્ડાથી ભટકીને માત્ર અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. ચઢ્ઢાએ ટિપ્પણી કરી હતી કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં ગૂંગળામણ અનુભવતા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર રહ્યા હતા, જેમણે ભાજપમાં જોડાવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.


► રાજ્યસભામાં AAP ના 2/3 થી વધુ સાંસદોનો વિલય


સૌથી મહત્વની બાબત એ છે કે રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે રાજ્યસભામાં AAP ના 2/3 થી વધુ સાંસદોએ વિલયના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દીધા છે. આ યાદીમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ જેવા મોટા નામો સામેલ છે. બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને આ સાંસદો હવે ભાજપમાં ભળી જશે, જેના કારણે તેમની સદસ્યતા પર કોઈ આંચ આવશે નહીં. રાજ્યસભામાં AAP પાસે કુલ ૧૦ સાંસદો હતા, જેમાંથી હવે માત્ર ૩ જ બચ્યા છે, જેમાં સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબીર સિંહ સિચ્ચેવાલનો સમાવેશ થાય છે.


► દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હારથી AAP તુટી 


આ બળવા પાછળના કારણો પર નજર કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હાર એક મોટું પરિબળ સાબિત થયું છે. ચૂંટણીમાં નિષ્ફળતા બાદ પાર્ટીની અંદર આંતરિક વિખવાદ વધી ગયો હતો. ખાસ કરીને રણનીતિકાર ગણાતા સંદીપ પાઠકને મુખ્ય ભૂમિકાઓમાંથી દૂર કરીને માત્ર છત્તીસગઢના પ્રભારી બનાવી દેવાયા હતા, જ્યારે અન્ય નેતાઓને મહત્વના રાજ્યો સોંપાયા હતા. આ ભેદભાવ અને અવગણનાને કારણે પાર્ટીના ટોચના નેતૃત્વમાં બે ભાગલા પડી ગયા હતા, જેનું પરિણામ આજે આ મોટા ભંગાણ સ્વરૂપે જોવા મળી રહ્યું છે.


►કેજરીવાલના રાષ્ટ્રીય રાજકારણના સપનાને મોટો ફટકો


આ મોટી તૂટથી અરવિંદ કેજરીવાલના રાષ્ટ્રીય રાજકારણના સપનાને મોટો ફટકો પડ્યો છે. સંસદમાં પાર્ટી નબળી પડી છે અને તેની સાંગઠનિક એકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. રાઘવ ચઢ્ઢાનું ભાજપમાં જવું એ દિલ્હી અને પંજાબ બંને રાજ્યોમાં AAP માટે આગામી સમયમાં મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ભાજપે આ વિલય દ્વારા વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો છે અને રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ મજબૂત કર્યું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Major Setback For AAP Raghav Chadha Joins Bjp With 7 Rajya Sabha MP's  Cites Deviation From Party Core Values

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ

  • 12-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2026
    • Admin
  • ચૂંટણી પૂર્વે જ ભાજપે ગજવ્યું મેદાન! રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા
    • 11-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિ ભવિષ્ય (12-06-2026): શુક્રવારે બની રહ્યો છે ખાસ યોગ, જાણો તમારી રાશિનું ભાગ્ય ચમકશે કે વધશે મુશ્કેલીઓ?
    • 11-06-2026
    • Admin
  • AI 171 Crash: અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?
    • 11-06-2026
    • Gujju News Channel
  • 90ના દાયકાના ગીતો આજે પણ કેમ ગમે છે? જાણો તેનું વૈજ્ઞાનિક અને સંગીતમય કારણ
    • 10-06-2026
    • Gujju News Channel
  • બાજરી, મકાઈ, જુવારના ટેકાના ભાવ ખરીદીની મર્યાદા વધારાઈ - રાજ્ય સરકારનો નિર્ણય
    • 10-06-2026
    • Gujju News Channel
  • PM મોદીએ નહેરુનો રેકોર્ડ તોડ્યો કહ્યું, "12 વર્ષોમાં NDA એ એક સ્થિર સરકાર આપી છે"
    • 10-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-06-2026
    • Gujju News Channel
  • જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો, શૈક્ષણિક વર્ષ 2025-26ના ઉમેદવારોને મળશે લાભ
    • 09-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us