• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું - ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું - ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

10:13 PM March 31, 2026 Gujju News Channel Share on WhatsApp

પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જનસભાને સંબોધતા પીએમ મોદીએ સરહદી વિસ્તારોના વ્યૂહાત્મક મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ડીસા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને ત્યાં એરબેઝનું નિર્માણ જરૂરી છે



PM Modi Gujarat Visit : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે તેવી અપેક્ષા છે.


► "ડીસા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે" 


આ પછી જનસભાને સંબોધતા પીએમ મોદીએ સરહદી વિસ્તારોના વ્યૂહાત્મક મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ડીસા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને ત્યાં એરબેઝનું નિર્માણ જરૂરી છે.


► પ્રધાનમંત્રી મોદીના અગાઉની સરકાર પર પ્રહાર


પ્રધાનમંત્રી મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે આ પ્રોજેક્ટ વર્ષો સુધી ફાઇલોમાં દબાવીને રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કદાચ તે સમયે દિલ્હીમાં સત્તામાં રહેલા લોકોના મનમાં ગુજરાત પ્રત્યે ગેરવાજબી દ્વેષ હતો, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં વિલંબ થયો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકોએ તેમને દિલ્હીમાં સેવા કરવાની તક આપી ત્યારે તેમણે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી અને હવે ડીસામાં એક વિશાળ એરબેઝ સ્થાપિત થઇ ચુક્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય દેશની સરહદોને મજબૂત બનાવવા તેમજ ઝડપથી માળખાગત સુવિધાઓ વિકસાવવાનો છે, જેથી વિકાસ અને સુરક્ષા બંને સમાન ગતિ મેળવી શકે.


► ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે


પીએમ મોદીએ કહ્યું કે 15-16 વર્ષ પહેલાં 2010માં મુખ્યમંત્રી રહેતા મેં ચારણકામાં દેશના પ્રથમ સોલાર પાર્કનું નિર્માણ શરૂ કર્યું હતું. આ પોતાની રીતે એક મલ્ટી-ટેકનોલોજી પાર્ક છે જેણે સોલર એનર્જીનું મૂવમેન્ટ શરૂ કર્યું. આજે ગુજરાતમાં જે રીતે સોલર એનર્જીનું કામ થઇ રહ્યું છે. જેમ કે આજે જ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સંબંધિત પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. તે દિવસ દૂર નથી જ્યારે ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે. હાલ થોડા દિવસો પહેલા જ પાવન નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો છે.  આ માતા અંબાની કૃપા છે કે મને આજે તેમના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે તમારા બધાના, મારા પોતાના પરિવારજનોના,  તમારા બધાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. હું માતા અંબાના ચરણોમાં નમન કરું છું.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi Gujarat Visit



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

જાણો વરસાદને લઈને આગાહી : રાત્રે ગરમ પવન ફૂંકાશે, મોટાભાગના શહેરમાં આટલા ડિગ્રીને પારો જશે!

  • 24-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-05-2026
    • Gujju News Channel
  • અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર ત્રણના ઘટનાસ્થળે મોત
    • 23-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-05-2026
    • Gujju News Channel
  • 'કોકરોચ જનતા પાર્ટી' ખરેખર ભારતમાં રાજકીય પક્ષ બની શકે? જાણો ચૂંટણી પંચના કડક અને અનોખા નિયમો
    • 22-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-05-2026
    • Gujju News Channel
  • હીટવેવની ચેતવણી વચ્ચે થશે ભારે વરસાદ, ચોમાસા પર મોટું અપડેટ
    • 20-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 21 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 20-05-2026
    • Gujju News Channel
  • રૂ.3-4નો વધારો નહીં, પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ એટલા વધશે કે જાણીને વાહનો છોડી દેવાનું મન થશે...
    • 19-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us