• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

10:44 PM March 22, 2026 Gujju News Channel Share on WhatsApp

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગભગ આઠ વર્ષથી રૂપેરી પડદાથી દૂર છે. ચાહકો તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવી ચર્ચા છે કે તેઓ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મ 'AA22xA6' દ્વારા દક્ષિણ ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરી શકે છે.



Actress Anushka Sharma : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે, જેના કારણે તેમના ચાહકો લાંબા સમયથી તેમના કમબેકની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા લગભગ આઠ વર્ષમાં અભિનેત્રી તરીકે તેમની કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે હવે તેમના કમબેકને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે, જે ચાહકો માટે ખુશીની વાત બની શકે છે.


► અનુષ્કાના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ તેજ


અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓથી પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેઓ અભિનયથી દૂર રહી છે. તેમના કમબેક અંગે ઘણી વખત અફવાઓ સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. હવે ફરી એકવાર તેમના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ તેજ બની છે. આ વખતનો કમબેક માત્ર વાપસી જ નહીં, પરંતુ એક નવો ડેબ્યૂ પણ બની શકે છે. અહેવાલો અનુસાર, અનુષ્કા શર્મા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી શકે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની વધતી લોકપ્રિયતા અને પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, તેઓ આ દિશામાં આગળ વધી શકે છે.


► અનુષ્કા શર્મા અલ્લુ અર્જુનની ફિલ્મ AA22xA6 સાથે કરશે વાપશી


માહિતી મુજબ, અનુષ્કા શર્મા દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ AA22xA6 સાથે વાપસી કરી શકે છે. જો આ પ્રોજેક્ટ ફાઈનલ થાય છે, તો તે તેમની માટે સાઉથ સિનેમામાં પ્રથમ ફિલ્મ બની રહેશે. જોકે હાલ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલાં અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા 'એક્સપ્રેસ દ્વારા કમબેક કરવાની હતી. પરંતુ કેટલાક અજાણ્યા કારણોસર આ પ્રોજેક્ટ અટકી ગયો અને ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી.


► પુષ્પા 2 પછી અલ્લુ અર્જુનનો ફિલ્મ AA22xA6 મોટો પ્રોજેક્ટ


ફિલ્મ AA22xA6 વિશે વાત કરીએ તો, આ પ્રોજેક્ટ પુષ્પા 2 પછી અલ્લુ અર્જુનનો મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ સમાંતર બ્રહ્માંડના કન્સેપ્ટ પર આધારિત હોવાની ચર્ચા છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર એટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે શાહરુખ ખાન સાથે મોટી હિટ ફિલ્મો આપી છે. અહેવાલો મુજબ, ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ અલ્લુ અર્જુન આ ફિલ્મમાં અનેક અલગ-અલગ પાત્રોમાં જોવા મળી શકે છે. હાલમાં ફિલ્મ અંગે વધુ સત્તાવાર અપડેટ્સ સામે આવ્યા નથી. જોકે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનો ટીઝર અથવા ટાઇટલ જાહેર કરવામાં આવી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Actress Anushka Sharma Comeback 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us