Oscars 2026 Winners: માઈકલ બી. જોર્ડન અને જેસી બકલી બન્યા શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી; અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
મનોરંજન જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા 98મા એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026) નું આયોજન લોસ એન્જલસના વિશ્વ પ્રસિદ્ધ ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું.
Oscars 2026 Full Winners List : મનોરંજન જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા 98મા એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026) નું આયોજન લોસ એન્જલસના વિશ્વ પ્રસિદ્ધ ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે એવોર્ડ સમારોહમાં લિયોનાર્ડો ડીકેપ્રિયોની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અધર' અને રાયન કૂગલરની 'સિનર્સ' વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, જેમાં અનેક નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત થયા છે.
આ વર્ષનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ ફિલ્મ 'હેમનેટ' માટે જેસી બકલીને એનાયત કરવામાં આવ્યો છે. આ જીત સાથે જ જેસી બકલી ઓસ્કાર જીતનારી પ્રથમ આઇરિશ અભિનેત્રી બની ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. બીજી તરફ, ફિલ્મ 'સિનર્સ' માટે માઈકલ બી. જોર્ડનને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવનારા તેઓ છઠ્ઠા અશ્વેત અભિનેતા બન્યા છે. નોંધનીય છે કે, જોર્ડને આ ફિલ્મમાં જોડિયા પાત્રો ભજવ્યા હતા અને ડબલ રોલ માટે ઓસ્કાર જીતનાર તેઓ પ્રથમ અભિનેતા બન્યા છે.
પોલ થોમસ એન્ડરસન દ્વારા દિગ્દર્શિત અને લિયોનાર્ડો ડીકેપ્રિયો દ્વારા નિર્મિત ફિલ્મ 'વન બેટલ આફ્ટર અધર' એ શ્રેષ્ઠ ફિલ્મ સહિત કુલ 6 શ્રેણીઓમાં ઓસ્કાર ટ્રોફી જીતીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. રાયન કૂગલરની ફિલ્મ 'સિનર્સ' એ પણ જોરદાર પ્રદર્શન કરતા 4 એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
| શ્રેણી | વિજેતા (ફિલ્મ) |
| શ્રેષ્ઠ ફિલ્મ | વન બેટલ આફ્ટર અધર |
| શ્રેષ્ઠ અભિનેતા | માઈકલ બી. જોર્ડન (સિનર્સ) |
| શ્રેષ્ઠ અભિનેત્રી | જેસી બકલી (હેમ્નેટ) |
| શ્રેષ્ઠ દિગ્દર્શક | પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અધર) |
| શ્રેષ્ઠ સહાયક અભિનેતા | સીન પેન (વન બેટલ આફ્ટર અધર) |
| શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | એમી મેડિગન (વેપન્સ) |
| શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ | સેન્ટિમેન્ટલ વેલ્યુ |
| શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ | કે-પોપ ડેમન હન્ટર્સ |
| શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે | રાયન કૂગલર (સિનર્સ) |
| શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે | પોલ થોમસ એન્ડરસન (વન બેટલ આફ્ટર અધર) |
| શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ | ગોલ્ડન (કે-પોપ ડેમન હન્ટર્સ) |
| શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ | અવતાર: ફાયર એન્ડ એશ |
| શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન | ફ્રેન્કેસ્ટાઇન |
| શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ | ફ્રેન્કેસ્ટાઇન |
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Oscars 2026 Live Streaming : 98 th Oscars 2026 award live in india Winner list - Oscars 2026 Full Winners List
