Ahmedabad Love Jihad: આ 10 લગ્નમાં ગુજરાત અને અન્ય રાજ્યોના યુવક-યુવતીના શંકાસ્પદ લગ્નનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદમાં લવ જેહાદ મુદ્દે ફરી ચર્ચા તેજ બની છે. અમદાવાદમાં એક મહિનામાં 10 હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકોના લગ્ન નોંધાયા છે. સ્પે.મેરેજ રજિસ્ટ્રાર કચેરીના મુખ્ય રજિસ્ટ્રાર એમ.એમ.સૈયદની ઓફિસમાં આ લગ્ન નોંધાયા હતા. આ 10 લગ્નમાં ગુજરાત અને અન્ય રાજ્યોના યુવક-યુવતીના શંકાસ્પદ લગ્નનો પણ સમાવેશ થાય છે. દેશના ખુણે-ખુણેથી મુસ્લિમ યુવકો અને હિંદુ યુવતીઓના શંકાસ્પદ લગ્ન અહીં નોંધાયા છે.
નોધનીય છે કે, અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઑફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.
મહાકુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાની વાદળી-ભૂરી આંખોથી રાતોરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી મોનાલિસા ભોંસલે ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેનું કારણ તેનું અંગત જીવન છે. જાણકારી અનુસાર મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન સાથે કેરળના તિરુવનંતપુરમના તમ્પાનૂર પોલીસ સ્ટેશન ગઈ અને સુરક્ષાની માંગણી કરી. તેણે પોલીસને જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માંગે છે અને તેની સાથે લગ્ન કરી લીધા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Love Jehad News
