• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • LPG Gas Shortage: શું મધ્ય પૂર્વમાં યુદ્ધને લીધે ભારતમાં સર્જાશે LPG રસોઈ ગેસનું સંકટ? સરકારે કરી સ્પષ્ટતા

LPG Gas Shortage: શું મધ્ય પૂર્વમાં યુદ્ધને લીધે ભારતમાં સર્જાશે LPG રસોઈ ગેસનું સંકટ? સરકારે કરી સ્પષ્ટતા

09:45 PM March 05, 2026 Gujju News Channel Share on WhatsApp

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે ભારતને LPG અને LNG ના પુરવઠા અંગે રાહતનું નિવેદન બહાર પાડ્યું છે.



LPG Gas Shortage : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની સ્થિતિમાં વૈશ્વિક સ્તરે વાતાવરણ ખૂબ જ તણાવભર્યું બની ગયું છે. આ યુદ્ધમાં ભારત તો સામેલ નથી પણ ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આ દરમિયાન ભારતમાં કરોડો લોકોના ઘરોના રસોડા પર સંકટના વાદળ ઘેરાયા છે.કારણ કે મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધને લીધે ઊર્જા સુરક્ષાને લઈ સંકટ સર્જાયું છે.


► ભારતમાં મોંઘવારી વધી શકે


અહેવાલ પ્રમાણે જો ફારસની ખાડીમાં સર્જાયેલ ટેન્શન ટૂંક સમયમાં ઉકેલાશે નહીં તો આગામી સપ્તાહોમાં ભારતમાં રસોઈ ગેસની ભારે અછત સર્જાઈ શકે છે.  તેનાથી ભારતમાં મોંઘવારી વધી શકે છે. બ્લૂમબર્ગની માહિતી પ્રમાણે ફારસની ખાડીમાં યુદ્ધને લીધે ગેસથી ભરેલા અનેક જહાજ સ્ટ્રેટ ઓફ હૉર્મુઝ નજીક ફસાયેલ છે. તેને લીધે ભારતની ઊર્જા સપ્લાઈ પર દબાણ વધી રહ્યું છે.જાણકારોનું માનવું છે કે જો માર્ચ મહિનામાં આગામી LPG જહાજ જલ્દીથી ભારત માટે નહીં થાય તો દેશમાં રસોઈ ગેસની ગંભીર અછત સર્જાઈ શકે છે. તેની સાથે સંકળાયેલ કરોડો પરિવારને અસર થઈ શકે છે.


► સરકારી નિવેદન


મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે ભારતને LPG અને LNG ના પુરવઠા અંગે રાહતનું નિવેદન બહાર પાડ્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ અછત રહેશે નહીં. પુરવઠો અવિરત રહેશે અને જનતા કે ઉદ્યોગ પર તેની કોઈ અસર થશે નહીં. ગુરુવારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતની ઊર્જા સુરક્ષા સ્થિતિ અત્યંત મજબૂત છે. વર્તમાન સ્ટોકપાઇલની સ્થિતિ સંતોષકારક છે. સ્ટોક દરરોજ ફરી ભરવામાં આવી રહ્યો છે. LPG કે LNG ની કોઈ અછત નથી. વિશ્વમાં ક્રૂડ ઓઇલની પણ કોઈ અછત નથી. ભારત અન્ય સપ્લાયર્સ સાથે પણ સંપર્કમાં છે.


► ભારત વિશ્વનો સૌથી મોટો LPG ખરીદદાર


ડેટા ઈન્ટેલિજેન્સ ફર્મ કેપ્લરની માહિતી પ્રમાણે ભારત વિશ્વનો સૌથી મોટો LPG ખરીદદાર છે. ભારત તેની જરૂરિયાતનો 90 ટકાથી વધારે હિસ્સો મધ્ય પૂર્વ દેશો પાસેથી ખરીદી કરે છે. અત્યારે યુદ્ધને લીધે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જે સપ્લાઈ અટકી પડ્યો છે. આ સંજોગોમાં કુકિંગ ગેસથી લાદેલા જહાજ યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલ છે, જેથી ભારત સુધી સમય પર ડિલીવરી પહોંચવી મુશ્કેલ થઈ ગઈ છે.


► ભારત પાસે ક્યાં વિકલ્પો રહેલા છે ?


ભારતે તાજેતરના વર્ષોમાં અમેરિકાથી પણ LPG ખરીદી માટે લાંબા સમયની સમજૂતી કરી છે, જોકે ત્યાથી આવનાર પ્રમાણ હજુ પણ ઓછું છે. આ ઉપરાંત અમેરિકાથી આવતા ગેસનું પરિવહન ખર્ચ વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા પાસેથી LPG ખરીદી કરવામાં આવે તો પણ એપ્રિલ પહેલા ભારત પહોંચી શકશે નહીં. ભારત પાસે જે વિકલ્પો રહેલા છે તે અંગે વાત કરવામાં આવે તો LPG માટે સપ્લાયર્સ શોધવાના વિકલ્પો મર્યાદિત છે. ગેસ અમેરિકા, રશિયા અથવા આર્જેન્ટીનાથી મળી શકે છે, જોકે તેનું પ્રમાણ ઓછું હોઈ શકે છે અને વૈશ્વિક કિંમતો તથા જહાજોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - LPG Gas Shortage



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us