• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • PM Modi Gujarat visit : પીએમ મોદીએ કહ્યું, "સાણંદમાં એક નવા ભવિષ્યનો ઉદય થતો જોઇ રહ્યા છીએ"

PM Modi Gujarat visit : પીએમ મોદીએ કહ્યું, "સાણંદમાં એક નવા ભવિષ્યનો ઉદય થતો જોઇ રહ્યા છીએ"

09:14 PM February 28, 2026 Gujju News Channel Share on WhatsApp

PM Modi Gujarat visit : ગુજરાતના સાણંદમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સ્થાપવા માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 22,516 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે



PM Modi Gujarat visit : ગુજરાતના સાણંદ ખાતે ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે. પીએમ મોદીએ સાણંદમાં રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે રોડ શોના રૂટની બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે વિશ્વની સૌથી મોટી અને સૌથી સફળ AI સમિટ પછી આજે આપણે વધુ એક ઐતિહાસિક પડાવના સાક્ષી બની રહ્યા છીએ. AI સમિટે વિશ્વને ભારતની AI ક્ષમતાઓનો પરિચય કરાવ્યો ત્યારે આજનો આ દિવસ ટેકનોલોજી લીડરશિપને લઇને ભારતની પ્રતિબદ્ધતાનો વધુ એક પુરાવો છે.


► ભારત ઝડપથી ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો ભાગ બની રહ્યું છે


પીએમે કહ્યું કે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રમાં પણ તેની હાજરી મજબૂત કરી રહ્યું છે. આજે સાણંદમાં આપણે એક નવા ભવિષ્યનો ઉદય થતો જોઇ રહ્યા છીએ. આજે ભારત ભારત ઝડપથી ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો ભાગ બની રહ્યું છે.  Micron  ની આ સુવિધા ભારતની નવી માનસિકતાનું પણ એક શાનદાર ઉદાહરણ છે. આજનું ભારત પોલિસીથી લઇને પ્રોડક્શન સુધી કયા એપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે તે અહીં દેખાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય, નિષ્ઠા દેશના ઝડપી વિકાસ તરફ હોય, ત્યારે નીતિ પણ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આવી જ જાય છે. હું માઇક્રોનના લીડરશિપનો પણ આભાર વ્યક્ત કરું છું. માઇક્રોનની સુવિધા, આજનો આ કાર્યક્રમ, ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સહયોગ અને ભાગીદારીનો પણ પુરાવો છે.


► ભવિષ્યમાં સાણંદ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ સફળતાનો એક નવો અધ્યાય લખશે


પીએમે કહ્યું કે જો પાછલી શતાબ્દી રેગુલેટર oil હતી આ શતાબ્દીનું રેગુલેટર માઇક્રોચિપ્સ હોવાની છે. આને ધ્યાનમાં રાખીને ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધવાનું નક્કી કર્યું છે. જ્યારે દુનિયા કોવિડના કહેર સામે ઝઝુમી રહી હતી ત્યારે ભારતે સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત કરી. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સાણંદ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ સફળતાનો એક નવો અધ્યાય લખશે. આ પ્લાન્ટ હાલમાં સેંકડો લોકોને રોજગારી મળી છે અને ભવિષ્યમાં તે વધુ વિસ્તરશે. સંદેશો દુનિયા સુધી પહોંચી ગયો છે   India is capable, India is competitive, India is committed. હું ભારતના પાર્ટનર્સને, ગ્લોબલ ઇનવેસ્ટર્સને વિશ્વાસ આપું છું કે ભારત સરકાર હોય, રાજ્ય સરકાર હોય, અમે બધા તમારી સાથે છીએ.


► સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં જંગી રોકાણ અને રોજગારી સર્જન


ગુજરાતના સાણંદમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સ્થાપવા માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 22,516 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. તે એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટ છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થતા ટેકનોલોજી અને AIની દુનિયામાં ભારત હરણફાળ ભરવામાં સક્ષમ બનશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ જેવી સ્ટોરેજ ડિવાઇસ અને DRAM અને NAND જેવા મેમેરી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં આ પ્લાન્ટથી 2000 લોકોને રોજગારી મળશે, સંપૂર્ણ કાર્યરત થતા 5000 લોકોને રોજગારી આપશે. 


► ભારતમાં સેમિકન્ડક્ટરની જંગી આયાત


ભારત સેમિકન્ડક્ટર મામલે હજી સુધી આયાત પર નિર્ભર છે. ચીન અને તાઇવાન દુનિયામાં સેમિકન્ડક્ટરના સૌથી મોટા ઉત્પાદક છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતમાં સેમિકન્ડક્ટરનું બજાર વર્ષ 2025માં લગભગ 45 થી 54 અજ ડોલરે પહોંચ્યું હતું. ભારત 90 ટકાથી વધુ સેમિકન્ડક્ટર અને તેના પાર્ટ્સની જરૂરિયાત ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયામાંથી આયાત કરીને સંતોષે છે. ભારતમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ પ્રોડક્ટ્સના વધતા ઉત્પાદન સાથે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતે વર્ષ 2024માં 6.1 અબજ ડોલરની મૂલ્યના સેમિકન્ડક્ટર ડિવાઇસની આયાત સાથે દુનિયાનો પાંચમો સૌથી મોટો આયાતકાર દેશ હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , PM Modi Gujarat visit at Sanand Semi Conductor



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

PM Modi Gujarat visit : પીએમ મોદીએ કહ્યું, "સાણંદમાં એક નવા ભવિષ્યનો ઉદય થતો જોઇ રહ્યા છીએ"

  • 28-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-02-2026
    • Gujju News Channel
  • Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન
    • 27-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-02-2026
    • Gujju News Channel
  • Rashmika And Vijay Marriage Pics : વિજય અને રશ્મિકાએ લગ્નની તસવીરો શેર કરી, લખ્યો પ્રેમભર્યો પત્ર
    • 26-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-02-2026
    • Gujju News Channel
  • NCERT પુસ્તક વિવાદ પર PM મોદી નારાજ કહ્યું, 'બાળકોને શું ભણાવાઈ રહ્યું છે, તેનું ધ્યાન રાખવું જોઈએ'
    • 26-02-2026
    • Gujju News Channel
  • Gujarat Weather Forecast: ગુજરાતમાં કમોસમી વરસાદની આફત? 7 જિલ્લામાં IMDનું એલર્ટ
    • 25-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-02-2026
    • Gujju News Channel
  • ભોપાલમાં મુસ્લિમ છોકરીઓએ હિન્દુ યુવતિઓ સાથે મિત્રતા કરી ભાઈઓ પાસે કરાવ્યું દુષ્કર્મ, અમદાવાદ સુધી ફેલાયું છે દુષણ
    • 24-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us