• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Valentine's day નહીં મોર્ડન યુવતીઓ 'એન્ટી વેલેન્ટાઈ ડે'નું કરી રહી છે સેલિબ્રેશન, જે મહિલાઓને છે વધારે પ્રિય!

Valentine's day નહીં મોર્ડન યુવતીઓ 'એન્ટી વેલેન્ટાઈ ડે'નું કરી રહી છે સેલિબ્રેશન, જે મહિલાઓને છે વધારે પ્રિય!

09:56 PM February 13, 2026 Gujju News Channel Share on WhatsApp

એન્ટી વેલેન્ટાઈન ડે સિંગલ કે રોમાન્સથી દૂર રહેતા લોકો માટે કોઈ સેલિબ્રેશનથી ઓછું નથી. આ પ્રેમનો વિરોધ નહીં પણ સેલ્ફ લવ અને દોસ્તીનું સેલિબ્રેશન છે. મહિલાઓમાં આ ખાસ ફેમસ છે કારણ કે તેમને સિંગલ હોવાના બોઝથી મુક્તિ, મહિલા મિત્રો સાથે દોસ્તીને મજબૂત કરવા અને રૂઢિને તોડવાની તક આપે છે.



14 ફેબ્રુઆરીના દિવસે 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલ માટે ખાસ છે. પોતાના પાર્ટનર અથવા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો આ દિવસ છે. વેલેન્ટાઈન વીકની ઉજવણી થઈ રહી છે. ત્યારે "એન્ટિ-વેલેન્ટાઇન ડે" પણ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને મોર્ડન યુવતીઓ આ દિવસનું શાનદાર સેલિબ્રેશન કરે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે 'ગેલેન્ટાઈન ડે'. આ દિવસ પ્રેમી પંખીડાઓ માટે નહીં, પણ સ્ત્રી મિત્રો આ દિવસે તેમની મિત્રતાની ઉજવણી કરે છે. આધુનિક યુવતીઓમાં  'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.


► શું છે એન્ટી વેલેન્ટાઈન ડે પાર્ટી?


એન્ટી વેલેન્ટાઈન ડેનો મતલબ પ્રેમનો વિરોધ કરવાનો નથી પણ સેલ્ફ લવ અને દોસ્તીનું સેલિબ્રેશન છે. આ દિવસે થનારી પાર્ટીઓ પારંપરિક કેન્ડલ લાઈટ ડિનરની એકદમ ઊલટુ હોય છે. અહીંયા લાલ ગુલાબની જેમ કાળા રંગનો ઉપયોગ થાય છે અને રોમાન્ટિક ગીતોની જગ્યાએ ઈન્ડિપેડેન્સ અને બ્રેકઅપ એન્થમ વગાડવામાં આવે છે. જેને ગેલેન્ટાઈન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે જે મુખ્ય રીતે મહિલા મિત્રો સાથે કરવામાં આવતું સેલિબ્રેશન કહે છે.


Modern Girls are Celebrating Anti Valentines Day instead of Valentines day know why


► "એન્ટિ-વેલેન્ટાઇન ડે" આજકાલ ખૂબ ટ્રેન્ડમાં


જેઓ સિંગલ છે, અથવા જેમનું બ્રેકઅપ થયું છે, લગ્ન તૂટયા હોય અથવા એવા લોકો જે ફક્ત રોમાંસની ધમાલથી દૂર રહેવા માંગે છે તેઓ 'એન્ટી વેલેન્ટાઈન ડે' મનાવે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે પ્રેમનો વિરોધ નહીં પરંતુ સ્વની ઓળખ કરવાનો દિવસ. આ દિવસે યુવતીઓ પાર્ટીનું આયોજન કરે છે. જયાં ગુલાબ, કેન્ડલના ડિનર અને કુલ વાતાવરણના સ્થાને  કાળા ગુલાબ, ઘોંઘાટીયું સંગીત, પાર્ટીમાં રોમેન્ટીક નહીં સ્વતંત્રતા અને બ્રેકઅપ ગીતો વગાડવામાં આવે છે. ભૂતપૂર્વ પ્રેમીના ફોટા અને ભેટ ફેંકી દઈ નવી શરૂઆત કરાય છે. પાર્ટીમાં મનોરંજક રમતો અને ડાન્સ કરે છે.


► 'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કયારે થઈ શરૂઆત


'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કોઈ સદીઓ જૂની પરંપરા નથી, પરંતુ એક ટીવી શોમાંથી જન્મેલો વિચાર છે. વર્ષ 2010માં આની શરૂઆત થઈ. અમેરિકન કોમેડી શોમાં પોતાની મહિલા મિત્રો માટે 13 ફેબ્રુઆરીએ બ્રેકફાસ્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેને 'ગેલેન્ટાઈન ડે' નામ આપ્યું હતું. ત્યારબાદ કોમેડીશોના આ વિચાર સોશિયલ મીડિયા પર એટલો લોકપ્રિય થયો કે આજે તે વાસ્તવિક દુનિયામાં એક ટ્રેન્ડ બની ગયો છે. વેલેન્ટાઇન ડે નજીક આવે છે, લોકો એવું માની લે છે કે જો તમે કોઈ સંબંધમાં નથી, તો તમારી પાસે કંઈક ખૂટતું હશે. એટલા માટે પણ યુવતીઓ આ ડેનું સેલિબ્રેસન કરવા લાગી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Modern Girls are Celebrating Anti Valentines Day instead of Valentines day know why



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us