shikhar dhawan sophie shine engagement : ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવને પોતાની આયરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે પ્રેમ, વિશ્વાસ અને સપોર્ટના વચન સાથે સગાઈ કરી છે
Shikhar Dhawan Sophie Shine Engagement : ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવને પોતાની આયરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે પ્રેમ, વિશ્વાસ અને સપોર્ટના વચન સાથે સગાઈ કરી છે. આ માહિતી ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિખર ધવનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો તેને દિલથી અભિનંદન આપી રહ્યા છે.

શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર સગાઈની પુષ્ટિ કરતા લખ્યું કે સ્મિત શેર કરવાથી લઈને સપના શેર કરવા સુધી. અમારી સગાઈ માટે અમને મળેલા પ્રેમ, આશીર્વાદ અને દરેક શુભેચ્છાઓ માટે આભાર છું. અમે હંમેશા માટે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. ધવને કેપ્શનમાં હસ્તાક્ષર કરીને લખ્યું શિખર અને સોફી. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગત જીવનમાં ઉતાર-ચઢાવ જોનારા શિખર ધવન માટે આ નવી શરુઆત કોઈ નવી ઈનિંગથી ઓછી નથી. મેદાન પર આક્રમક બેટીંગ માટે જાણીતા ધવને હવે જીવનમાં પણ નવી ઈનિંગનો પ્રારંભ કર્યો છે.
સોફી શાઇન આયર્લેન્ડની રહેવાસી છે અને તે પ્રોફેશનલ રીતે માર્કેટિંગ એક્સપર્ટ હોવાનું કહેવાય છે. તેશિખર ધવન ફાઉન્ડેશનની હેડ પણ છે. શિખર ધવન અને સોફી શાઇનની મુલાકાત થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી શિખર ધવન સાથેની તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા.

આ જોડી ઘણીવાર ક્રિકેટ મેચો, સામાજિક કાર્યક્રમો અને મુસાફરી કરતી વખતે સાથે જોવા મળ્યા હતા. જેના કારણે તેમની ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે તેઓ એક સાથે મેચ જોતા જોવા મળ્યા હતા. સોફી શાઇન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોફી શાઇનને એક વાત ખૂબ જ ગમે છે. જો તમે સોફી શાઇનની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જુઓ તો તેને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે.

સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, દુબઈ, આફ્રિકા, સ્પેન અને ભારત ઉપરાંત તેણે ઘણા દેશોની મુલાકાત લીધી છે. સોફી શાઇન ભારતમાં હિમાચલ પ્રદેશ, આગ્રાથી લઇ દિલ્હીમાં ફરી ચૂકી છે. સોફી શાઇન ઘણી વખત ભારતની મુલાકાત લે છે. સોફી શાઇન માત્ર સ્ટાઇલિશ જ નથી પણ ખૂબ જ ફિટ પણ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Shikhar Dhawan and Sophie Shine Engagement
