Lionel Messi India Tour 2025 : આઈસીસી ચેરમેન જય શાહે સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીને ICC T20 વર્લ્ડ કપ 2026 માં આમંત્રણ આપ્યું અને ભારત વિ યુએસએ મેચની ટિકિટ ભેટમાં આપી હતી
GOAT Tour to India 2025 : આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ‘GOAT Tour to India 2025′ અંતર્ગત કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈ પછી દિલ્હી પહોંચ્યો છે. લિયોનેલ મેસ્સી સોમવારે રાજધાની દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સ્ટાર ફૂટબોલરનું સન્માન કરવામાં આવ્યું હતું.
લિયોનેલ મેસ્સી અરુણ જેટલી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને DDCA ના પ્રમુખ રોહન જેટલીને મળ્યો હતો. ICC ચેરમેન જય શાહે મેસ્સીને ભારતીય ક્રિકેટ ટીમની 10 નંબરની જર્સી ભેટમાં આપી હતી. શાહે લુઇસ સુઆરેઝને 9 નંબરની જર્સી અને રોડ્રિગો ડી પોલને 7 નંબરની જર્સી ભેટમાં આપી હતી.
જય શાહે લિયોનેલ મેસ્સીને ભારતીય ક્રિકેટરો દ્વારા સિગ્નેચર કરેલ ક્રિકેટ બેટ પણ ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે શાહે મેસ્સીને ICC T20 વર્લ્ડ કપ 2026 માં આમંત્રણ આપ્યું અને ભારત વિ યુએસએ મેચની ટિકિટ ભેટમાં આપી હતી.
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં લિયોનેલ મેસ્સીએ ભારતમાં મળેલા પ્રેમ અને હૂંફ માટે દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. મેસ્સીએ કહ્યું કે ભારતમાં પસાર કરેલો સમય તેમના માટ સુંદર અનુભવ રહ્યો. અમે અહીંથી ઘણો પ્રેમ અને સ્નેહ લઈને જઈએ છીએ. અમે ચોક્કસપણે ભારત પાછા આવીશું. આશા છે કે અમને કોઈ દિવસ મેચ રમવા માટે અથવા કોઈ અન્ય પ્રસંગ માટે અહીં આવવાની તક મળશે. આ અદ્ભુત પ્રેમ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
મેસ્સીએ પહેલા સ્ટેડિયમમાં ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેણે રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે કિક મારીને દર્શકો તરફ ફૂટબોલ ઉછાળ્યો હતો, જેમાંથી એક કીક સીધી સ્ટેડિયમના બીજા માળે ગઇ હતી. મેસ્સીએ બાળકો સાથે ફૂટબોલ રમીને માહોલને યાદગાર બનાવ્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GOAT Tour to India 2025
