ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
ગુજરાતના નાણા વિભાગમાં ભરતી પડી છે. જેમાં સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર અને એકાઉન્ટિંગ ઓડિટર/ સબ ટ્રેઝરી ઓફિસરની કુલ 426 જગ્યાઓ ભરવામાં આવશે.
Ojas Latest Gujarat Goverment Job Update 2025-26 : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે એક ખુશ ખબર આવી છે. કેમ કે, ગુજરાત નાણાં વીભાગના નિયંત્રણ હેઠળની પેટા હીસાબનીશ/સબ ઓડીટર વર્ગ 3ની કુલ-321 જગ્યા અને હિસાબનીશ ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ 3ની કુલ-105 જગ્યાઓની ભરતી પડી છે. અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત 17 નવેમ્બર 2025થી થશે જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે.
પેટા હીસાબનીશ/સબ ઓડીટર વર્ગ 3ની કુલ જગ્યા 321માંથી જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગ માટે 42, OBCની 108, SCની 22 અને STની 82 સીટ રિઝર્વ રાખવામાં આવી છે. તો પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ 3ની કુલ 105 જગ્યાઓમાં જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગ માટે 14, OBCની 36, SCની 11 અને STની 21 સીટ રિઝર્વ રાખવામાં આવી છે. આમ કુલ 426 જગ્યાઓ ભરવામાં આવશે.
આ ભરતીમાં વય મર્યાદા 30 નવેમ્બર 2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો અનામત કેટેગરીના લોકોને 5 વર્ષથી 20 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. જેમાં દિવ્યાંગ મહિલાની કેટેગરીનો પણ સમાવેશ થાય છે.
પેટા હીસાબનીશ/સબ ઓડીટર વર્ગ 3ની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા અને કાયમી થયા તેમનો પગાર 81,000 રૂપિયા સુધી થઇ શકે છે. તો પેટા તિજોરી અધિકારી/અધિક્ષક વર્ગ 3ની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા અને કાયમી થયા તેમનો પગાર 1,26,600 રૂપિયા સુધી થશે.
આ ભરતીમાં પ્રાથમિક ફી 500 રૂપિયા રાખવામાં આવી છે તો તમામ મહિલા અને અનામત કેટેગરીના લોકો માટે આ 400 રૂપિયા રાખવામાં આવી છે. તો પરીક્ષા ફી 600 રૂપિયા રાખવામાં આવી છે તો તમામ મહિલા અને અનામત કેટેગરીના લોકો માટે આ 500 રૂપિયા રાખવામાં આવી છે.
આ ભરતીમાં પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં Preliminary Examinationમાં પાસ થયેલા ઉમેદવારને Main Examination લેખિત પરીક્ષા લેવામા આવશે. Preliminary Examinationમાં MCQ વાળા પ્રશ્નો પુછવામા આવશે. પ્રિલીમ પરીક્ષામાં 150 માર્ક્સનું પેપર હશે જેમાં 2 કલાક આપવામાં આવશે. તો મેઇનમાં બે પેપર 100-100 માર્ક્સના હશે. જેમાં પાસ થયેલા ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ પણ થશે. ત્યાર બાદ તેમની પસંદગી થશે.
કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ઉમેદવારે BBA, BCA, BCom, Bsc(Mathematics/Statistics), BA (Statistics/Economics/Mathematics) કરેલું હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં B.Sc. (CA & IT) તથા M.Sc.(CA & IT)ના ઉમેદવારોને લાયક ગણવામાં નહીં આવે. આ સિવાય કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે.
1. સૌ પહેલા https://ojas.gujarat.gov.in પર જવું.
2. પછી "On line Application" માં Apply ૫ર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
3. પછી સંબંધિત ભરતી પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું
4. "Apply now" ૫ર Click કરવાથી નવી વીન્ડો ખૂલશે. જેમાં "Skip" પર ક્લિક કરવાથી Application Format ખૂલશે
5. અહિંયા તમારી "Personal Details" ભરવી બાદમાં Educational Details ભરવી
6. પછી “Assurance” Yes" Select કરીને save પર Click કરવું જેથી Application Number" જનરેટ થશે
7. બાદમાં ફોટો, સિગ્નેચર અપલોડ કરવા
8. Confirm Application પર ક્લિક કરીને Application Number દાખલ કરવો
9. અહીંયા વિગતો જોઈને કન્ફર્મ કરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ojas Gujarat Latest Job Update 2025-26 - Gujarat Goverment Job Update 2025-26
