• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...

આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...

12:50 PM July 07, 2023 admin Share on WhatsApp



ગુજરાતીઓની બોલબાલા તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ધનાઢ્ય ખેલાડીઓમાં સચિન તેંડુલકર(Sachin Tendulkar), વિરાટ કોહલી(Virat Kohli) અને એમએસ ધોની(MS Dhoni)નું નામ સામેલ છે પરંતુ આ બધાને ચઢી જાય તેવા પણ ગુજરાતના એક ધનાઢ્ય ક્રિકેટર(Richest Cricketer) છે જેમની સંપત્તિ 20,000 કરોડ છે જોકે તેમણે કંઈ ક્રિકેટમાંથી કમાણી કરી નથી પરંતુ તેઓ શાહી ઘરાનાના હોવાથી તેઓ હજારો કરોડોની સંપત્તિના માલિક છે. તેઓ એક જમાનામાં ક્રિકેટર રહી ચૂક્યા છે અને રણજીત ટ્રોફી પણ રમી ચૂક્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના શાહી જિલ્લા એવા વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ(Samarjitsinh Gaekwad)ની...

► સમરજીત સિંહ ગાયકવાડ બન્યાં સૌથી અમીર ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ 1000 કરોડથી વધુની સંપત્તિનો માલિક બન્યો છે. તેમના સિવાય સચિન તેંડુલકર અને એમએસ ધોનીની સંપત્તિ પણ હજાર કરોડથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનો એક એવો ખેલાડી છે જેની સંપત્તિ 1-2 હજાર કરોડ નહીં પરંતુ 20000 કરોડ છે. ચાલો આજે અમે તમને ભારતના સૌથી ધનિક ક્રિકેટર સાથે પરિચય કરાવીએ, આ ન તો ધોની છે, ન તો કોહલી તેઓ છે સમરજીત સિંહ ગાયકવાડ? 

► કોણ છે મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ?

સમરજીત સિંહનો જન્મ 25 એપ્રિલ 1967માં થયો હતો. તેમના પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ તથા માતા શુભાંગીનીરાજે છે. સમરજીતે દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ સ્કૂલ સમયમાં ક્રિકેટ, ફૂટબોલ તથા ટેનિમ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. 2012માં પિતા રણજીત સિંહનું અવસાન થતાં જૂન, 2012ના રોજ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં તેમને મહારાજા(King)નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અને હજારો કરોડની સંપત્તિના એકમાત્ર વારસદાર છે. વર્ષ 2002માં સમરજીત સિંહે વાંકાનેરના રોયલ પરિવારની દીકરી રાધિકારાજે સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે. સમરજીત સિંહ પરિવાર તથા માતા સાથે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ(Laxmi Vilas Palace) માં રહે છે. નવેમ્બર, 2014માં સમરજીત સિંહ ભાજપમાં જોડાયા હતા, પરંતુ 2017થી તેઓ રાજકારણની કોઈ પ્રવૃતિમાં જોવા મળ્યા નથી.

king of baroda samrjit sinh gayakwad cricketer

► સમરજીત સિંહ ગાયકવાડ ક્યાં રમ્યાં હતા 

સમરજીત સિંહ ગાયકવાડ પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેઓ 1987થી 1989 સુધી ગુજરાતની ઘરઆંગણાની ટીમ બરોડા તરફથી ક્રિકેટ રમ્યા હતા.સમરજીત સિંહેએ બરોડા તરફથી રણજી ટ્રોફીમાં છ મેચ રમી હતી. ત્યારબાદ તેઓ બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ પણ બન્યા હતા. 2015થી તેઓ મોતી બાગ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડેમી ચલાવે છે. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના બરોડાના પૂર્વ રાજા છે. પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડના અવસાન બાદ તેમની તાજપોશી થઈ હતી.

 

આ પણ વાંચો: અરવલ્લીના મોડાસા તાલુકાની મહિલાઓ કિચન ગાર્ડનની ખેતી દ્વારા બની આત્મનિર્ભર...
 

► સમરજીત સિંહ 20 હજાર કરોડની સંપત્તિના માલિક 

અહેવાલો અનુસાર સમરજીતસિંહ ગાયકવાડ 20 હજાર કરોડની સંપત્તિના માલિક છે. તેઓ લક્ષ્મી વિલાસ પેલેસના માલિક પણ છે અને ગુજરાત, બનારસ અને ઉત્તર પ્રદેશમાં 17 મંદિર ચલાવે છે. તેમના લગ્ન વાંકાનેર રાજ્યના રાજવી પરિવારની પુત્રી રાધિકારાજે સાથે થયા છે.

► ભારતના અન્ય અમીર ક્રિકેટર

ભારતના બીજા મોટા અમીર ક્રિકટરોમાં 1250 કરોડની સંપત્તિ સાથે સચિન તેડુંલકર પહેલા નંબરે છે, તેમજ 1000-1000 કરોડની સંપત્તિ સાથે ધોની અને વિરાટ કોહલી બીજા નંબરે જોવા મળે છે. 

► મહારાજાના ફ્લેટમાં ભાડે રહે છે વિરાટ કોહલી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, 17 ઓક્ટોબરના રોજ વિરાટ તથા અનુષ્કાએ મુંબઈના જુહૂ સ્થિત ફ્લેટની ડીલ ફાઇનલ કરી હતી. જુહૂમાં આવેલી હાઇ ટાઇડ બિલ્ડિંગના ચોથા માળે આ ફ્લેટ આવેલો છે. તેમણે ડિપોઝિટ પેટે 7.50 લાખ રૂપિયા ભર્યા છે અને ઘર 1650 સ્ક્વેરફુટનું છે. આ ઘરનું ભાડું દર મહિને 2.76 લાખ રૂપિયા છે. આ ફ્લેટની સૌથી ખાસ વાત એ છે કે ઘરમાંથી અરબી સમુદ્ર દેખાય છે. આ ઘર વડોદરાના મહારાજા તથા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનું છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us