• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • અરવલ્લીના મોડાસા તાલુકાની મહિલાઓ કિચન ગાર્ડનની ખેતી દ્વારા બની આત્મનિર્ભર...

અરવલ્લીના મોડાસા તાલુકાની મહિલાઓ કિચન ગાર્ડનની ખેતી દ્વારા બની આત્મનિર્ભર...

05:33 PM July 06, 2023 admin Share on WhatsApp



આજના યુગમાં મહિલાઓ પણ પુરૂષની સાથે ખંભાથી ખંભા મિલાવીને કામ કરી રહી છે. તમામ ક્ષેત્રમાં હવે મહિલાઓનું યોગદાન નોંધનિય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું એક એવુ ગામ કે જયાં બહેનો ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરીને બે પાંદડે થઈ છે. વાત છે મેઢાસણ ગામની જયાં રામદેવ સખીમંડળની બહેનો પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજીનું વાવેતર કરે છે અને તે માત્ર શાકભાજી ઘરવપરાશ માટે ઉપયોગમાં નથી લેતી પરંતુ આસપાસના ફળીયામાં વેચીને તેમાંથી પૈસા પણ કમાય છે.

modasa women kitchen gardening idea

►કિચન ગાર્ડનથી મેળવ્યો નફો

આ અંગે વાત કરતા સખીમંડળના પ્રમુખ દિનાબેન પંડ્યા કહે છે, સખીમંડળમાં જોડાયા પહેલો બેનો ઘરકામ તથા મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતાં હતાં તથા તેઓ કોઇપણ પ્રકારની બચત પણ કરતાં ન હતાં અને આક્સ્મિક ખર્ચા આવે ત્યારે પરીવારને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આવા સમયે અમારા વિસ્તારના કલસ્ટર કો ઓડીનેટર દ્વારા ગામની બહેનોને કિચન ગાર્ડન વિશે માહિતી અને માર્ગદર્શન આપીને કિચન ગાર્ડનના કામ માટે તેમને તૈયાર કરવામાં આવી, જેમાં મેઢાસણ ગામની ૬ બહેનો દ્વારા રામદેવ સખી મંડળની રચના કરી અને કિચન ગાર્ડનની કામગીરીની આરંભી જેમાં અમને સારી જાતના બિયારણ અને ખાતર ઉપલબ્ધ થતા શાકભાજીની પેદાશમાં પણ વધારો થયો. આજે અમારી બહેનો પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં રિંગણ, વાલોર, દુધી, ગલકા, કારેલા, કંકોડા, તુરીયા, ગિલોડા , ટામેટા, લિંબુ, રતાડુ, જેવી શાકભાજીનું વાવેતર કરે છે. જે આસપાસના ફળીયામાંથી લોકો સામેથી આવીને શાકભાજી લઇ જાય છે. જેના પરીણામે આજે રામદેવ સખી મંડળની તમામ બહેનો મહિને રૂ. ૨૦૦૦ જેટલો નફો કમાય છે.

kitchen garden idea

આ પણ વાંચો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના; મહિલાઓને મળે છે રૂ.1 લાખ સુધીની વિના વ્યાજે લોન...

►મહિલા આત્મનિર્ભર બનતા માન વધ્યું

કિચન ગાર્ડનની કામગીરીથી સખી મંડળની બહેનોને આવકનો સ્ત્રોત મળતાં બહેનોની પરિસ્થિતિમાં આર્થિક અને સામાજીક રીતે માન અને મોભામાં વધારો થવાની સાથે સ્થાનિક કક્ષાએ અને ઘર આંગણે રોજગારી ઉપલ્બધ થતાં મેઢાસણની મહિલાઓ આત્મ નિર્ભર બનતા રાજ્ય સરકારનો આભાર માને છે. મહત્વનું છે કે સરકારે અગાઉ મહિલા ઉત્કર્ષ પોલીસી દ્વારા રાજ્યની 10 લાખ મહિલાઓને એક લાખ સુધીની લોન વિના વ્યાજે આપવા યોજના અમલમાં મુકી છે. જે આધારે મહિલા વધુ સક્ષમ બની છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી - Business News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Mecca-Medina Tragedy: ત્રણ પેઢીઓ બરબાદ; મક્કા-મદીનામાં બસ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના 18 સભ્યોના મોત

  • 17-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 નવેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં બહાર પડી સરકારી ભરતી, 426 જગ્યાઓ માટે આ તારીખથી ભરાશે ફોર્મ, જાણો વિગત
    • 16-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-11-2025
    • Gujju News Channel
  • આ ફેક્ટર્સ બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનની હાર માટે રહ્યા જવાબદાર, એક કારણ તો AIMIM પણ
    • 14-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-11-2025
    • Gujju News Channel
  • ખેડૂતોને આવતીકાલથી સરકાર આપશે રાહત, ફોર્મ ભરવાનું ભુલતા નહી સીધા ખાતામાં આવશે પૈસા
    • 13-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 નવેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-11-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
    • 12-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us