દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વાહનમાં વિસ્ફોટ થતાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હોવાનું પણ સામે આવ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થતાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. બ્લાસ્ટને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ પછી તરત જ કારમાં આગ લાગી ગઈ હતી. તેણે નજીકની બે અન્ય કારને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેમાં તે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાને પગલે લાલ કિલ્લા પાસે ભીડ એકઠી થઈ રહી છે.
વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ સૂચવે છે કે આ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલ ચોકની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે.
વિસ્ફોટથી નજીકના પાર્ક કરેલા વાહનોની બારીઓ તૂટી ગઈ હતી. વિસ્ફોટ સમયે મોટી ભીડ હતી. બે કે ત્રણ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કારમાં રહેલા CNGને કારણે વિસ્ફોટ થયો હતો કે અન્ય કોઈ કારણસર. ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દિલ્હી ફાયર વિભાગે આ ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કાર વિસ્ફોટની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણથી ચાર વાહનોમાં આગ લાગી ગઈ અને તેમને નુકસાન થયું.
વિસ્ફોટ અંગે, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, “વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના ઘરો ધ્રુજી ગયા. વધુમાં, ઘટનાસ્થળની નજીકની દુકાનોના કાચ તૂટી ગયા. લોકો ગભરાઈ ગયા. અમે કંઈ સમજી શકીએ તે પહેલાં, વિસ્ફોટ થયેલી કાર અને તેના માર્ગમાં રહેલી કાર આગનો ગોળો બની ગઈ.”
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
