• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

PM વિશ્વકર્મા યોજના 2025-26 : કારીગરો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, સસ્તા વ્યાજે 3,00,000 રૂપિયાની મળશે લોન

10:18 PM November 09, 2025 Gujju News Channel Share on WhatsApp

કેન્દ્ર સરકાર દ્વારા હસ્ત કારીગરો માટે એક મહત્વની યોજના ચલાવવામાં આવે છે. જેમાં લાભાર્થીને 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની વ્યાજ ફ્રી લોન આપવામાં આવે છે.



PM Vishvkarma Yojna Scheme : કેન્દ્ર સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમાં અમુક યોજના હેઠળ લોકોને સરકાર પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપે છે. જેમાં પીએમ-સ્વનિધિ હોય કે મુદ્રા લોન જેવી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ બધી યોજનાઓ સ્વરોજગારને પ્રોત્સાહન આપે છે. આવી જ એક યોજના પીએમ વિશ્વકર્મા છે. ચાલો તેના વિશે સમજવાનો પ્રયાસ કરીએ.


⇒ આ પણ વાંચો : ઘરે બેઠાં 10 પાસ લોકો રૂ.8000 કમાઓ! આ સરકારી યોજનાનો લાભ લો | PM Kaushal Vikas Yojana


► પાત્રતાના માપદંડ શું છે?


પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતાના માપદંડ એ છે કે, લાભાર્થી પોતાના હાથ અને ઓજારથી કામ કરતો હોવો જોઈએ. અને 18 પરંપરાગત વ્યવસાયોમાંથી કોઈ એકમાં જોડાયેલો હોવો જોઈએ.

આ સિવાય તેમની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. એ પણ જરૂરી છે કે ઉમેદવારે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈપણ આવી સમાન લોન-આધારિત યોજના હેઠળ સ્વ-રોજગાર અથવા વ્યવસાય વિસ્તરણ માટે કોઈ લોન લીધી ન હોય.

આ યોજના હેઠળના લાભો પરિવારના માત્ર એક સભ્યને જ આપવામાં આવે છે.આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર/પરિવારનો સભ્ય સરકારી સેવામાં ન હોવો જોઈએ.

આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર એજન્ટો પોર્ટલ પર કારીગરો અને હસ્તકલાકારોની નોંધણી કરે છે. જેમાં સરકારે એક પ્રક્રિયા સ્થાપિત કરી છે જેથી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને આધાર વેરિફિકેશનથી દરેક વિશ્વકર્મા રજીસ્ટ્રેશન પામે તે સુનિશ્ચિત થાય.


► પીએમ વિશ્વકર્મા યોજનામાં કેટલી લોન મળે?


આ યોજનામાં 5% ના રાહત દરે 1 લાખ (પ્રથમ હપ્તો) રૂપિયા અને 2 લાખ (બીજો હપ્તો) રૂપિયા સુધીની વ્યાજ ફ્રી લોન મળે છે. જેમાં ભારત સરકાર 8% સુધીની વ્યાજ સબસિડી પૂરી પાડે છે અને આ રકમ બેંકોને અગાઉથી પૂરી પાડવામાં આવે છે. આ યોજના કારીગરોને બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ 15,000 રૂપિયાનું ટૂલકીટ પ્રોત્સાહન અને કૌશલ્ય અપગ્રેડેશન પદ્ધતિઓ પૂરી પાડે છે, જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શન અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે.


► કેવી રીતે અરજી કરી શકો ?


જો તમે ઉપર આપેલ યાદી મુજબ પાત્ર છો, તો તમે તેના માટે અરજી કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે. કેન્દ્ર પર હાજર અધિકારી તમારી યોગ્યતા તપાસશે અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે.

1. આધાર કાર્ડ

2. ઓળખપત્ર

3. સરનામાનો પુરાવો

4. જાતિ પ્રમાણપત્ર

5. મોબાઇલ નંબર

6. પાસપોર્ટ સાઇઝનો ફોટો

7. બેંક ખાતાની પાસબુક.


⇒ આ પણ વાંચો : ઘરે બેઠાં 10 પાસ લોકો રૂ.8000 કમાઓ! આ સરકારી યોજનાનો લાભ લો | PM Kaushal Vikas Yojana


► તમને શું લાભ મળશે ?


1. જો તમે આ વિશ્વકર્મા યોજનામાં જોડાઓ છો, તો તમારી પાસે મૂળભૂત અને અદ્યતન તાલીમ હશે.

2. અહીં તમને 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે

3. ટૂલ્સ માટે રૂ. 15,000 એડવાન્સ આપવામાં આવશે

4. લાભાર્થીઓને પ્રોત્સાહન જેવી સુવિધાઓ મળશે

5. તમને સિક્યોરિટી વિના 1 લાખ રૂપિયાની લોન મળશે, જે 18 મહિનામાં પરત કરવાની રહેશે અને આગળ તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો, જેના પર તમારે 5 ટકા વ્યાજ ચૂકવવું પડશે.


► કોઈપણ માહિતી માટે તમે અહીં જઈ શકો છો


જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય અથવા આ વિશ્વકર્મા યોજના વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર જઈ શકો છો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Vishvkarma Yojna Scheme : પીએમ-સ્વનિધિ હોય કે મુદ્રા લોન - પીએમ વિશ્વકર્મા યોજના



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us