ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે. આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન થયું છે.
Ahmedabad News : આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય, ખેડૂતોના દેવા માફી અને ખેતીમાં ભાગ રાખનાર મજૂરોને પણ વળતર ચૂકવવાની માંગણી કરશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છેકે, આવતીકાલ સાંજ સુધીમાં ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50 હજાર રૂપિયા સરકાર ચૂકવશે તો હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ.
આમ આદમી પાર્ટી દ્વારા 1 થી 3 નવેમ્બર સુધી "ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ માવઠાના મારથી પરેશાન ખેડૂતો મુદ્દે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માવઠું ચાલી રહ્યું છે અને હજી પણ કેટલાક જિલ્લાઓમાં માવઠાની અસર છે. આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન થયું છે. કપાસ, મગફળી સહિતના વિવિધ પાક વાવતા ખેડૂતોને નુકસાન થયું છે. આ નુકસાન થયા પછી ખેડૂતોની માંગણી છે કે તેમના દેવા માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, કેટલાક ખેડૂતોનો માવઠાના કારણે પાક ધોવાઈ ગયો છે અને જે ખેડૂતે રવિ પાકનું વાવેતર કર્યું હતું, તેમાં પણ નુકસાન થયું છે આ રીતે ખેડૂતોને ત્રણ રીતે નુકસાન થયું છે. ત્યારે અમે ખેડૂતોને વહેલામાં વહેલી તકે કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખી રીતે જેવી રીતે પંજાબની સરકાર હેક્ટર દીઠ રૂપિયા 50,000 અને એકર દીઠ રૂપિયા 20,000ની સહાય આપે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરીએ છીએ.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે તેમની વેદનાને નરી આંખે સમજવા માટે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લમાં જશે. હું ઉત્તર ગુજરાતમાં આવનારા બે દિવસોમાં ખેડૂતોને મળવા માટે જવાનું છું. લાંબા સમયથી ખેડૂતોની લાગણી હતી કે હું તેમને જઈને મળું આજે જ્યારે ખેડૂતોને કોઈ આશ્વાસન આપનારની જરૂર છે, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી ચાર અને પાંચ નવેમ્બરે ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે જઈશ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વહેલામાં વહેલી તકે સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતરની જાહેરાત કરીને ચુકવણી કરે એવી અમારી રજૂઆત છે. તમામ ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50000 નાખી દો અઠવાડિયામાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે. ગુજરાત ભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. માત્ર ચોમાસુ પાકની નહીં પરંતુ શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતોએ રજૂઆત કરી છે. આવતીકાલ સાંજ સુધીમાં જો તમામ ખેડૂતોના ખાતામાં પ્રતિ હેક્ટર 50,000ની રકમ નાખી દે તો હું ભાજપનો આભાર માનવા તૈયાર છું અને ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને મળીને આભાર વ્યક્ત કરીશ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Politics News - Aam Adami Party Gujarat News
