ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલબેહાલ થયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે પહોંચ્યા છે.
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલબેહાલ થયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે પહોંચ્યા છે. કૃષિમંત્રી ભાવનગર જિલ્લામાં, જ્યારે કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાજા અને અર્જુન મોઢવાડિયા ગીર સોમનાથ જિલ્લામાં, તેમજ તાપીના સોનગઢમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત પહોંચ્યા અને નુકસાનની સમીક્ષા કરી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સિંહોરમાં નુકસાનની સમીક્ષા કરી અને પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ યોજી છે. આ ઉપરાંત પ્રદ્યુમ્ન વાજા અને અર્જુન મોઢવાડિયા ગીર સોમનાથના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા, જ્યાં મંત્રીઓએ ખેડૂતોને સાંભળ્યા અને માવઠાથી થયેલી નુકસાની અંગેનો તાગ મેળવ્યો છે. તાપી અને નવસારીમાં નરેશ પટેલ અને જયરામ ગામીતે પણ જાત તપાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને નિરીક્ષણ કર્યા પછી જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી છે. મંત્રીઓ સાથેની વાતમાં ખેડૂતોએ નુકસાન અંગે રજૂઆત કરીને ઝડપથી આર્થિક સહાય તેમજ પેકેજ જાહેર થાય તેવી માગ કરી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલબેહાલ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે. કૃષિમંત્રી જીતુ વાઘાણી પોતાના વિસ્તાર ભાવનગરની મુલાકાતે છે. સિહોર પ્રાંતકચેરીમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ છે. સિહોર વિસ્તારમાં થયેલા નુકસાનની સમીક્ષા કરશે. બેઠક પછી કૃષિમંત્રી વાઘાણીએ અસરગ્રસ્ત કાજાવદર ગામની મુલાકાત લીધી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની સમીક્ષા માટે રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ ખેડૂતોને રૂબરૂ મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના અનેક ગામો, જેમાં પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ મગફળીના ઉત્પાદનમાં થયેલા નુકસાન અંગે રજૂઆત કરી અને ઝડપથી સર્વેક્ષણ હાથ ધરીને આર્થિક સહાય સાથે ખેડૂતલક્ષી પેકેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી.
તાપીમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા રાજ્ય સરકારના મંત્રીઓ દોડી ગયા હતા.સોનગઢના ટોકરવા ગામે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી જયરામ ગામીતે માવઠાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યુ હતું. ડાંગરના પાકને થયેલા નુકસાનની જાત તપાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો નિરીક્ષણ કર્યા પછી જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ખેડૂતોના મોમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. જૂનાગઢના કેશોદમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ. ખેડૂતોએ મગફળીના પાથરા ખેતરમાં રાખ્યા હતા, જે માવઠાને લીધે પલળી ગયા. જેને કારણે વીઘે 10થી મણનો થયેલો ઉતારાનો 80% પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં અને અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ છે.બોટાદના ગઢડામાં પણ કપાસ, મગફળી, ટમેટી અને બાજરી સહિતના પાકોમાં નુકસાની થઇ છે. કુદરત સામે સુરેન્દ્રનગરનો ખેડૂત પણ લાચાર થયો છે. પલળી ગયેલો કપાસ હવે પીળો પડવા લાગ્યો છે, તેમજ મગફળી, સરગવો, દાડમ અને લીંબુ સહિતના પાકને નુકસાન થયું છે. આણંદ અને ખેડા જિલ્લામાં પણ ડાંગના પાકને પારાવાર નુકસાન થયું છે.અને પશુ માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. અરવલ્લીમાં પણ માવઠાને કારણે મગફળી અને સોયાબીનના પાકમાં નુકસાન થયું છે. ખેડૂતોએ પાક ખેતરોમાં મૂક્યો હતો ત્યારે અચાનક જ વરસાદ ખાબકતાં મોટું નુકસાન થયું છે. તેવામાં ખેડૂતો માગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Farmers In Gujarat Suffer Due To Unseasonal Rains 80 Percentage Crop Damaged - Gujarat forecast rain nuksan
