મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરનાં પણ મહુવા સહિતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વડોદરા, ખેડા, સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક પલળી જતાં ભયાનક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દરિયામાં કરંટ હોવાથી 6થી 8 ફૂટ મોજા ઉછળતા જોવા મળ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી આંકડા અનુસાર સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઈંચ, જ્યારે સૌથી ઓછો તાપીના વાલોદમાં 1 મિમી વરસાદ ખાબક્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સમુદ્રમાં પ્રેશરને લઈને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયામાં 6થી 8 ફૂટ મોજા ઉછળતા જોવા મળ્યા. આ સિવાય દીવના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભારે કરંટના લીધે માછીમારોને દરિયો ન ખેડવા જવા સૂચન કરવામાં આવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Meteorological Department - issues orange alert - predicts dangerous rains - Gujarat forecast live update
