હવામાન વિભાગે 18/10/2025ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાંથી ચોમાસું તો કયારનું વિદાય લઇ ચૂક્યુ છે, પરંતુ રહી-રહીને પણ વરસાદ વરસી રહ્યો છે.. છેલ્લા થોડા દિવસથી સવારે અને મોડી રાતે ઠંડક વર્તાય છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી પ્રમાણે ત્રણ દિવસ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. તે બાદ ચોથા દિવસે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશાને કારણે સવારે અને રાતનું તાપમાન ઓછું રહેશે જ્યારે બપોરનું તાપમાન વધારે રહેશે.
હવામાન વિભાગે 18/10/2025ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. છેક 22 ઓક્ટોબર એટલે કે દિવાળી અને નવા વર્ષના તહેવારના દિવસો દરમિયાન ગીર સોમનાથ, દીવ. દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, લઘુત્તમ તાપમાન આગામી 24 કલાક સુધી યથાવત રહ્યા બાદ, તેમાં 2 થી 3° સે. નો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે. આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.. ખેતરમાં ડાંગરનો પાક તૈયાર હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
