કડદા માટે હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.. ખેડૂતોએ પોલીસની કાર પર કર્યો પથ્થરમારો કર્યો હતો ,જેને પગલે પોલીસની કારના કાચ તૂટ્યા હતા.
બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે કપાસના કડદાને લઇને ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ખેડૂત પંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઇ કડદા માટે હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.. વેપારીઓ દ્વારા મનસ્વી રીતે વજનમાં કપાતથી નારાજ ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો, અને તેમણે પોલીસની કાર પર કર્યો પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસની કારના કાચ તૂટ્યા હતા.
ખેડૂતોની મુખ્ય માગ એ છે કે 'કડદો' બંધ થવો જોઈએ. ખેડૂતોનો આક્ષેપ છે કે, બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મનસ્વી રીતે કડદો (વજનમાં કપાત) કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને કપાસના વેચાણ પર મોટું નુકસાન થાય છે. આ કડદો તાત્કાલિક બંધ કરવામાં આવે. ખેડૂતો દ્વારા કડદો બંધ કરવાની માગ સાથે ગઇકાલે દિવસભર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાત્રે પણ ખેડૂતોએ વિરોધ ચાલુ રાખીને યાર્ડમાં ભજન-કીર્તન શરૂ કરતાં મામલો ગરમાયો હતો. મોડી રાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી. દરમ્યાન મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી હતી, તેમ છતાં પોલીસે ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે રાજુ કરપડા કિસાન સંગઠન,આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે , તેમની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયત બોલાવી હતી, પરંતુ આ મહાપંચાયતને પોલીસ તરફથી પરમિશન મળી ન હતી..જેને કારણે ખેડૂત પંચાયત આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણમાં પરિણમી હતી.
APMC ચેરમેન માતરિયાએ કહ્યું હતું કે, બોટાદ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું કોટન યાર્ડ છે અને માર્કેટયાર્ડ હંમેશાં ખેડૂતોના હિત માટે તત્પર રહ્યું છે. ભવિષ્યમાં જો 'કડદા' અંગે કોઈ ફરિયાદ મળશે તો આવા વેપારીઓના લાઈસન્સ તાત્કાલિક રદ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.'રાજકીય લાભ માટે યાર્ડ બદનામ કરાય છે'
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
