• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ

Tarnetar Fair 2025 : સૌરાષ્ટ્રનું ઘરેણું કળા અને સંસ્કૃતિનું પ્રતિક તેવા તરણેતરના મેળાનો શુભારંભ

10:46 PM August 26, 2025 Gujju News Channel Share on WhatsApp

આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.



Tarnetar Fair 2025 : ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી તરણેતર લોકમેળાનો શુભારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.


► જિલ્લાના તમામ ગણમાન્ય લોકો હાજર


તરણેતર લોકમેળાને ખુલ્‍લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્‍કૃતિક વિરાસતનો સમૃધ્‍ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.


► જિલ્લા તંત્ર દ્વારા અનોખી પહેલ


આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.


► ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજન અર્ચન


આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા.


►Tarnetar Fair 2025


તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ, અગ્રણી ઓ સહિત સંબધિત વિભાગોના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Tarnetar Fair 2025 : તરણેતર નો મેળો 2025



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો

  • 10-02-2026
  • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-02-2026
    • Gujju News Channel
  • એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો, અંડરવેરમાં સંતાડેલા રૂપિયા 96 લાખના સોના સાથે દુબઈથી આવેલો એક શખસ ઝડપાયો
    • 09-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-02-2026
    • Gujju News Channel
  • જુઓ નાની છોકરીઓને પોતાની માયાજાળમાં કઇ રીતે ફસાવતો જેફરી એપસ્ટિન ? સેક્સ સકેન્ડલનું ખૌફનાક સત્ય
    • 08-02-2026
    • Gujju News Channel
  • IND vs ENG U-19 WC : ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ કરી વિસ્ફોટક બેટિંગ
    • 07-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us